Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સાવરકુંડલાના ગીણીયા ગામમાં ઝેરી દવા પી લેતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૬: સાવરકુંડલા તાલુકાના ગીણીયા ગામે રહેતા કાંતિભાઇ બેચરભાઇ સાગઠીયા ઉવ.૨૨ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજવાનું નાનાભાઇ વિરાગભાઇ સાગઠીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

નાગેશ્રીના ટીંબી સીમમાં પ્રવિણભાઇ મેગજીભાઇ ભાલાળ ઉવ.૩૭ વાડીએ કામકાજ માટે ગયેલ. જે પરત નહીં ફરતા તપાસ કરતા કોઇ અગમ્ય કારણોસર મોત નિપજવાનું કાકા મનુભાઇ ભાલાળાએ નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ત્રાસ

અમદાવાદમાં પરણાવેલ ભાવનાબેન અજયભાઇ ભાદાણી ઉવ.૨૭ને પતિ અજય બાલુ, સસરા બાલુ વિઠ્ઠલ ભાદાણી અને કિરણબેન જાદવભાઇએ દહેજ પેટે પૈસાની માંગણી કરી મેણા મારી ત્રાસ આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

અમરેલી બટારવાડીમાં આવેલ ઇરફાનભાઇ ઇકબાલભાઇ મેતરના મકાનને કોઇ  અજાણ્યા શખ્સોએ ગુન્હો કરવાના ઇરાદે મકાનમાં પ્રવેશ કરીને સંડાસ બાથરૂમમાં દરવાજા તોડી દાદરની લાદી તોડી દિવાલને ઓઇલ વડે બગાડી રૂ. ૭ હજારનું નુકસાન કર્યા અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:51 pm IST)