Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દ્વારકા જિલ્લામાં ખુલ્લા બજારમાં મગફળીના નીચા ભાવ થતાં ટેકાના ભાવે વેચાણ વધ્યુ

ગઇકાલે એક દિ'માં ૪૦૦ ખેડૂતો આવ્યા

ખંભાળિયા તા.૬ : ગુજરાત રાજયમાં સરકાર દ્વારા મગફળીનું ટેકાના ભાવે પિયત શરૂ કરવામાં આવી છે. જેમાંગત ર૬-૧૦ થી દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા  પુરવઠા અધિકારીશ્રી પ્રશાંતકુમાર મોટડા દ્વારા શરૂ કરાયેલ પણ ખુલ્લા બજારમાં  ઉંચો ભાવ હોય ગત તા.ર૬-૧૦ થી ૪-૧૧ સુધી માત્ર ર૬૯  ખેડુતો  જ આવ્યા હતા. જયારે ગઇકાલે એક જ દિવસમાં ૪૦૦ ખેડુતો મગફળીના વેચાણ માટે આવતા ટેકાના ભાવ મળતા હવે ટ્રાફિક શરૂ થયો છે.

દ્વારકા જિલ્લામાં કુલ ૪૦૭૯૧ ખેડુતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવાયુ હતુ. જેમાં ગઇકાલ સુધીમાં ૧૦૪૧૦ ખેડુતોને વેચાણ કરવા બોલાવાયા હતા. જેમાંથી ૬૬૯ વ્યકિતઓ વેચાણ માટે આવ્યા હતા હવે રોજ બે બે હજાર એસએમએસ કરીને ખેડુતોને બોલાવાઇ રહયા છે જેથી ટેકાના ભાવે ખરીદ લાંબો સમય ના ચાલે.

(12:50 pm IST)