Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમરેલીનાં પાણીયામાં બાળકને ફાડી ખાનાર દિપડો હજુ પાંજરે ન પુરાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.પ : ધારીના પાણીયા ગામે બાળકને ફાડી ખાનારા દિપડાને પકડવા માટે વન તંત્ર દ્વારા પાંચ જગ્યાએ ટ્રૈપ ગોઠવવામાં આવી છે અને બાળકનો શિકાર કરનારા દિપડા સામે સાવચેતીરૂપે વનતંત્ર દ્વારા આસપાસના ગામડાના લોકોને સચેત કરી દેવામાં આવ્યા છે. હાલમાં ઘઉંની વાવણી શરૂ થતી હોય ખેડુતોએ અને મજુરોએ સીમમાં અવર જવર કરવી જરૂરી હોય તેવા સમયે જ આ બનાવે ફફડાટ ફેલાવ્યો છે.

(12:49 pm IST)