Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જુનાગઢ નર્સિગ કોલેજની છાત્રાનું એટીએમ કાર્ડ ચોરી કરી પટ્ટાવાળાએ ૩૦ હજાર ઉપાડયા

એસઓજી પોલીસએ ૩૦ હજાર પરત અપાવ્યા

જુનાગઢ તા.૬ : ગઇ તા.ર૮-૭-ર૦ર૦ના રોજ નિલેશ્વરીબેન કાંતિલાલ તાવીયાડ મુળ રહે. ભંડારા જી. મહીસાગર હાલ. રહે. મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીગ ઝાંઝરડા ચોકડી જનુાગઢ વાળી હોસ્ટેલમાં રહી નર્સીગનો અભ્યાસ કરતી હતી. પોતાનું એટીએમ કાર્ડ મારફતે કોઇ ઇસમે તા.૧ર-૭-ર૦ર૦ને તથા તા.૧૩-૭-ર૦ર૦ના રોજ અલગ અલગ કુલ ૩ ટ્રાન્જેકશન મારફતે કુલ રૂ.૩૦,૦૦૦ .પાડી લીધા બાબતની અરજી અત્રે સાયબર સેલ ખાતે તપાસમાં મળતા તપાસ કરતા અરજદારશ્રીનું બેંક એકાઉન્ટ ઝાંઝરડા રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોય તેની ટ્રાન્જેકશન ડીટેઇલ કઢાવી અભ્યાસ કરતા અરજદારશ્રીના નાણા તા.૧ર-૭-ર૦ર૦ રોજ ઝાંઝરડા રોડ ખાતે આવેલ આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ મારફતે રૂ.૧૦,૦૦૦  કેસ વિડ્રોલ થયેલ તેમજ તા.૧૩-૭-ર૦ર૦ના રોજ જોષીપરા મુકામે આવેલ એસબીઆઇના એટીએમમાંથી કુલ બે ટ્રાન્જેકશન મારફતે કુલ રૂ.ર૦,૦૦૦ ઉપડેલા હોવાનું ફલીત થયેલ.

જેથી સાયબર સેલની ટીમ દ્વારા ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસક રતા શંકાસ્પદ વ્યકિત મળી આવતા તે બાબતે સઘન તપાસ કરતા અરજદારશ્રીની કોલેજ ખાતે તપાસ કરતા સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ મળી આવેલ વ્યકિત હાજર મળી આવેલ જેની પુછપરછ કરતાં પોતાનું નામ હરેશ સાવલીયા રહે. જોષીપરાવાળો અને પોતે મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીગમાં પટાવાળા તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ અને પોતે તા.૧૧-૭-ર૦ર૦ના રોજ કોલેજમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલના રૂમ નં.૩૧૯માં કબાટમાંથી એક સૌરાષ્ટ્ર ગ્રામીણ બે઼કનું એટીએમ તથા પાસબુક વિગેરે મળી આવતા એટીએમ કાર્ડ નવું જ હોય અને તેમાં પીન નંબર પણ હોવાથી પોતાને પૈસાની જરૂરીયાત હોય અને લાલચમાં આવી પોતે આ પૈસા ઉપાડેલ હોવાનું કબુલાત આપતા બનાવ ડીટેકટ થયેલ અને અરજદારશ્રીના પિતાશ્રીને પોતે ઉપાડેલા રૂ.૩૦,૦૦૦ પરત કરેલ હતા. આમ જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા બનાવમાં ડીટેકટક કરી ફ્રોડમાં ગયેલ રકમ અરજદારશ્રીને પરત કરાવેલ હતો.

આ કામગીરીમાં એસઓજીના પો. ઇન્સ. એચ.આ. ભાટી તથા પો. સબ. ઇન્સ.  જે.એમ.વાળા તથા સાયબર સેલના પો. સબ. ઇન્સ. શ્રી એમ.જે.કોડીયાતર એ.એસ.આઇ. હરીશભાઇ કે. પીઠીયા, પો. હેડ કોન્સ. દિપકભાઇ જે. જાની, સામતભાઇ બારીાય, પો. કોન્સ. શૈલેન્દ્રસિંહ, રવિરાજસિંહ વાળા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(12:47 pm IST)