Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કાલાવડના નાના પાંચદેવડા ગામે તમંચા સાથે ઝડપાયો

જામનગર, તા., ૬: પોલીસ અધિક્ષક દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એસઓજીને સુચના કરતા તે અનુસંધાને ઇન્સ્પેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ. આર.વી.વીછી તથા વી.કે.ગઢવીની નેતૃત્વવાળી ટીમના એચ સી  રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ બાતમી આધારે કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામે રહેતા આરોપી સાજીદભાઇ હારૂનભાઇ મલેક (ઉ.વ.૩૮) ધંધો ખેતી,ને દેશી હાથ બનાવટના તમંચા (કટ્ટો) નંગ-૧ કી.રૂ. પ૦૦૦ સાથે પકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઇ જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેષભાઇ મેરામણભાઇ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ ખોડુભાઇ ચાવડા, બશીરભાઇ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, દિનેશભાઇ સાગઠીયા, દોલતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોયબભાઇ મકવા, રવીભચાઇ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો.કોન્સ. દયારામભાઇ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે.

(11:33 am IST)