Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ઉનાની ૧૦૮ સેવા મહિલાઓ માટે સાચા અર્થમાં સંજીવની બની : ૪ પ્રસુતિ નોર્મલ કરાવી

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૬: ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સાચા અર્થમાં બાળક  અને મહિલાઓ માટે સંજીવની બની છે. ૧૦૮ની કાળજીપૂર્વકની સારવારથી ૪ પ્રસુતિ નોર્મલ કરાવી છે.

ઉના તાલુકાના તડગામની મહિલા નૈનાબેન જેન્તીભાઇ ઉવ.૨૫ને પ્રસુતિની પીડા ઉપડતા ઇમરજન્સી ૧૦૮ને તેમના પરિવારે ફોન કરતા ડોળાસાનાં ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી ગીતાબેન ડોડીયા, પાયલોટ અભિષેક સોલંકી તુરંત તડગામે પહોંચી તેમને ઉના લાવતા હતા. ત્યારે સોતારી ગામે પાસે મહિલાને પ્રસુતિની પીડા વધતા તુરંત ઉભી રાખી ઇએમ.ટી ગીતાબેન તેમની આવડત કુનેહ અને અમદાવાદ હેડ ઓફીસના ડોકટરની સલાહ મુજબ ગીતાબેનેને નોર્મલ ડીલેવરી કરાવી બાબાનો જન્મ થયો હતો. બંને તંદુરસ્ત હોય ઉના દવાખાને દાખલ કરેલ છે. તેના બેન અને બાળકનો જીવ બચાવતા પરિવારે આભાર માન્યો હતો.

૧૦૮નાં જીલ્લાના અધિકારી જયેશભાઇ કારેજા અને યુવરાજસિંહ ઝાલાએ પણ ગીતાબેનને અભિનંદન આપ્યા હતા. આમ ગીર સોમનાથ જીલ્લામાં ૩૬ કલાકમાં ઉનામાં ૧ , ડોળાસા-૨-૧ સામતેરમાં નોર્મલ ડીલેવરી કરતા સાચા અર્થમાં સંજીવની ૧૦૮ સાબીત થઇ હતી.

(11:30 am IST)