Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

વઢવાણ માર્કેટીંગયાર્ડમાં લીલા શાકભાજી ઉપરાંત ડુંગળી બટાકા અને શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

વઢવાણ તા.૬ : સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના પગલે ઉભા પાકને જેમાં ખાસ કરીને શાકભાજી અને રોકડીયા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાવા પામી છે ત્યારે હાલમાં શિયાળાની સિઝનની શરૂઆત થતાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં નવા નવા શાકભાજીની આવક શરૂ થઇ છે ત્યારે હાલમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચવા પામ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા ની ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જવા પામ્યો છે.

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શાકભાજીની ખરીદી વેચાણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરી લીલા શાકભાજી બટાકા ડુંગળી જેવા અનેક શાકભાજીઓ હોલસેલ ભાવે વેપારીઓ ખરીદી અને આખો દિવસ બજારોમાં રિટેલ ભાવે વેચી રહ્યા છે ત્યારે હાલમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજી અને બટાકા ડુંગળીના ભાવ આસમાને પહોંચવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં આ લીલા શાકભાજી અને બટાકા ડુંગરી ઉપરાંત અન્ય શાકભાજીના એડમાં જ ઊંચા ભાવ હોવાના પગલે બજારમાં પણ વેપારીઓ દ્વારા ઊંચા ભાવ લઈને શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની મહામારીમાં શાકભાજીના ભાવ ભળકે બળે છે ત્યારે ગૃહીણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે, શાક શેનું બનાવું તેનો પણ વિચાર કરવો પડે છે. યાર્ડમાં શાક આવતા તેના ભાવ ડબલ થઇ જાય છે ૧૦ રૂપિયામાં કિલ્લો મળતા બટેકા આજે ૪૦ રૂપિયા થઇ ગયા છે અને મજુર વર્ગ જે રોટલા સાથે લસણની ચટણી અને ડુંગળી ખાઇને જીવી લેતો હતો તેને આજે ડુંગળીના ભાવ રોવડાવી રહ્યા છે કોથમીર જેવી કોથમીર ૨૦૦ રૂપિયા કિલો પહોંચી જતા લીલી ચટણી અને અન્ય શાક બનાવવા મુશ્કેલ બન્યા છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આડત્રીસ રૂપિયા કિલો બટાકા નો ભાવ હોલસેલમાં ગઇકાલે પડ્યો હતો.

વરસાદને પગલે ખેતીને નુકશાન થતા ડુંગળીની આવકમાં ઘટાડો:

દેશી ડુંગળીના ભાવ ૮૦ રૂપિયા પ્રતિમણ થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા પામ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬૦ ટકા જેટલો વરસાદ વરસવા પામતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાવા પામી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન ડુંગળીનું વાવેતર કરી અને સારી એવી આવક ખેડૂતો મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષે વધુ વરસાદના કારણે ડુંગળી નું વાવેતર નિષ્ફળ ગયું છે ત્યારે ખેડૂતોને ડુંગળી થઈ છે તેને અમુક ખેડૂતોને જિલ્લામાં ડુંગળીનું સારું એવું વાવેતર થતાં ઉત્પાદન પણ હાલમાં સારૂ આવી રહ્યું છે.

ત્યારે સાર્વત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર બળી જવાની દહેશત સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાવા પામી છે જેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ત્યારે ખાસ કરી દેશી ડુંગળીના ભાવ  ૮૦ રૂપિયા પ્રતિ કિલોના બોલાઇ રહ્યા છે સામે આયાતી ડુંગળીના ભાવ પણ ૫૦ થી ૬૦ રૂપિયે કિલો જોવા મળે છે.

ત્યારે ફકત ડુંગળી અને બટાકા એક પરિવારના સભ્ય ૧ કિલો ખરીદે તો પણ ૧૫૦ રૂપિયાની આજુબાજુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે જેના કારણે હાલમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના રસોડાનો બજેટ ખોરવાઇ જવા પામ્યુ છે.

વઢવાણી મરચાનો ભાવ પ્રથમ દિવસે જ ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો બોલાયા

સમગ્ર વિશ્વમાં વઢવાણી મરચા પ્રખ્યાત છે જેની મૂળ ગુણવત્ત્।ા એ છે કે વઢવાણી મરચા ખાવા માં અત્યંત મોડા આવે છે ત્યારે વઢવાણી મરચા ની માંગ મુંબઇ સહિતના અનેક બહાર ના રાજયો માં બોલાય રહી છે ત્યારે શિયાળાની સિઝનની શરૂઆત માં આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ વખત લીલા મરચાની આવક થવા પામી હતી ત્યારે વઢવાણી મરચા ના ભાવ પ્રથમ દિવસે જ આસમાને પહોંચી જવા પામ્યા હતા.

સામાન્ય રીતે દર વર્ષે વઢવાણી મરચા નો ભાવ શરૂઆતથી દરમિયાન ૫૦ થી ૬૦ રૂપિયે કિલો રહે છે ત્યારે આ વર્ષે વરસાદના કારણે વઢવાણી મરચા નું ઉત્પાદન આવતા વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પણ વેચવા આવતા મરચા મોડા પડ્યા છે અને  આ લીલા મરચાની આવક શરૂ થવા પામી છે જેના ભાવ ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો બોલાવા પામ્યા છે તે છતાં સ્વાદનો ચસ્કો માણનાર લોકો દ્વારા વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે થી ૧૧૦ રૂપિયે પ્રતિ કિલો ના ભાવ ના મરચા ની પણ હાલમાં ખરીદી કરવામાં આવી રહી છે.

(11:28 am IST)