Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

આર્કોલોજીની સર્કલ કચેરી રાજકોટમાં ખુલશે : દ્વારકાધીશ મંદિર : રૂક્ષ્મણી મંદિર સહિત ૧૪ મંદિરોની જાળવણી કરાશે

કેન્દ્ર સરકારમાં કરેલી વિજયભાઇ રૂપાણીની રજુઆતનો પડઘો

(વિનુભાઇ સામાણી/ દિપેશ સામાણી દ્વારા)  દ્વારકા, તા. ૬ : રાજય ના ભવ્ય ઔલોકીક સ્મારકોની જાડવણી ત્થા વહીવટી વ્યવસ્થા વધુ સરળ બનાવવા માટે કેન્દ્રના કલ્ચર અને ટુરીઝમ વિભાગ મંત્રી પ્રહલાદસિંહ પટેલએ ભારતીય આર્લોકોલોજીકલની બરોડા કચેરીના બે ભાગ કરી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની વહીવટી અને વ્યવસ્થા જાળવણી માટે રાજકોટ ખાતે સર્કલ વિભાગ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટેની મજુરી  પણ દિલ્હી કચેરી દ્વારા આપવામાં આવી છે.

ગુજરાત રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રના ઉપરોકત વિભાગને રજુઆત કરી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટ ખાતે સર્કલ કચેરી શરૂ કરવા કરેલી માંગણીને ભારત સરકારે સ્વીકાર કરી નવી કચેરી શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને રાજકોટ ખાતે પાંચ હજાર ચો.ફૂટની સુવિધા યુકત કચેરી શરૂ કરવા માટે આર્કોલોજીકલ વિભાગએ અખબારોમાં પણ આપી દીધી છે.

સીતેર માણસોના વહીવટી ત્થા ટેકનીકલ સ્ટાફ સાથેની આ કચેરી શરૂ થતા જ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને તેમની જરૂરીયાત મુજબની વહીવટી પ્રક્રિયા માટે બરોડ ને બદલે રાજકોટથી પૂર્ણ કરી દેવાશે જેથી કેન્દ્ર ના આ નિર્ણયને સૌરાષ્ટ્ર/કચ્છની પ્રજાએ આવકારે છે. રાજકોટની આ કચેરીમાં અધિક્ષક પુરાતત્વ વિહિત ત્થા બે આસીસ્ટન એજીનીયરો સહિતનો નિર્ણય માટે પુરતો સ્ટાફ રહેશે.

રાજય સરકાર હસ્તક પણ એકસો જેટલા રક્ષિત સ્મારકોનો વહીવટ આવેલો છે. જો તેમને પણ બરોડા અને રાજકોટ સર્કલ કચેરીને સોંપવામાં આવે તો આવા સ્મારકો ની જાળવણી ભારતીય પુરાતત્વ વિભાગ કરે છે ખુબ જ જરૂરી છે.

રાજકોટ નવી શરૂ થનાર સર્કલ કચેરીથી સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ/ જામનગર/ સુરેન્દ્રનગર/ અમરેલી/ ભાવનગર/ મોરબી/ ભુજ/ ગાંધીકામ/ જુનાગઢ/ પોરબંદર/ દેવભૂમિ દ્વારકા સહિતના જીલ્લાને હવે સ્મારકોની જાળવણી ત્થા વહીવટી પ્રક્રિયામાં ખુબ જ મોટો ફાયદો થશે.

રાજકોટ ખાતે સર્કલ કચેરી પુરાતત્વ વિભાગની થતા ખાસ કરી સૌરાષ્ટ્ર/કચ્છના દ્વારકા વિસ્તારનો મોટો ફાયદો થવાનો છે. કારણ કે દ્વારકાધીશ મંદિર આસપાસ જ દ્વારકા શહેરના કોર્મશીયલ અને રહેણાંકના બિલ્ડીંગો આવેલા છે જેનીલ રીપેરીંગ મજુરી માટે દ્વારકાવાસીઓને બરોડા સુધી લાબુ થવુ પડતુ હતુ જેના બદલે તે પ્રક્રિયા હવે રાજકોટ સર્કલ કચેરીથી થશે. ઉપરાંત ખાસ કરીને મંદિર પરિસરમાં ધ્વજાજી તથા મનોરથો અને ઉત્સવોની વિડીયોગ્રાફી ત્થા ફોટોગ્રાફીની પરમીશન પણ રાજકોટથી સીધી મળી શકશે.

દ્વારકાના મુખ્ય મંદિર સહિતના ગ્રૃપ ઓફ ચૌદ મંદિરો વિસ્તારમાં જેવા કે રૂક્ષ્મણી મંદિર/ વસઇ ખાતે આવેલ જૈન મંદિર/ સીતાવાડી/ જેવા મંદિરોનો રક્ષતિ સ્મારકમાં સમાવેશ થાય છે. તે દેવ મંદિરો ભારતીય આર્કોલોજી હસ્તક આવેલ છે.

(11:24 am IST)