Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ઉપલેટા નજીક સ્કૂટી ભાદર નદીના પુલ નીચે પડતા ર યુવતિને ઇજા

તસ્વીરમાં ઇજાગ્રસ્ત હાલતમાં બન્ને યુવતીઓ નજરે પડે છે. (તસ્વીર : નિમેષ ચોટાઇ -ઉપલેટા)

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૬ : ઉપલેટા તાલુકાના ભાદર નદી રોડ ઉપર પુલ તૂટેલ હોવાથી સ્કૂટર ઉપર પસાર થઇ રહેલ બ યુવતિઓ સ્કૂટર સહિત પુલ નીચે પડતા બંનેને ઇજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માણાવદર તાલુકાના ગણા ગામના પૂનમબેન વજુભાઇ ડાંગર(ઉ.વ.ર૩) અને ક્રિષ્નાબેન ગૌરવભાઇ ડવ (ઉ.વ.ર૩) ખરીદી કરવા માટે ગણા ગામથી ઉપલેટા સ્કૂટી ઉપર આવી રહ્યા હતાં. ત્યારે ઉપલેટા-હાથખોડી ગામ પાસે ભાદર પુલ નજીક રેલીંગ ઉપરથી સ્કૂટી સહિત બંન્ને નીચે પડયા હતાં.  આ બંન્ને યુવતિઓને ઇજાગ્રસ્ત હાલતમાં ઉપલેટાના ડો. દલસાણીયાને ત્યાં સારવાર માટે ખસેડેલ છે. બન્નેના શરીરમાં ફ્રેકચર થયા છે.

(11:24 am IST)