Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઇવે તંત્રના વાંકે બની રહ્યા છે ગોઝારો

અનેક લોકો અકસ્માતથી જીદગી ગુમાવી રહ્યા છે યોગ્ય કરવા વાળાની માંગ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૬ : સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઇવે અતિ બિસ્માર બની ગયેલ છે સતત ધુળની ડમરીઓ અને ઉંડા ખાડા ખબડના કારણે અને ક અકસ્માતોની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમુલ્ય જીદગી ખોય બેસેલ છે ત્યારે તંત્રના વાંકે સોમનાથથી કોડીનારનો નેશનલ હાઇવે ગોજારો બની રહ્યો છે. જેના કારણે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના રાહદારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળેલ છે

ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઇ વાળા દ્વારા પ્રોજેકટ ડાયરેકટર નેશનલ ઓથોરીટી ગીર-સોમનાથને રૂબરૂ મળી લેખિત રજુઆત સાથે સત્વરે ફુલ ટ્રીટમેન્ટ સાથે મેઇનટેનન્સનું કામ શરૂ કરવા તાકીદ કરી દશ દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો ત્રણ તાલુકાના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી આ સંબંધે જે કાંઇ જાન માલની નુકશાની થઇ આવે તો તેની સઘળી જવાબદારી નેશનલ ઓથોરીટીની રહેશે તેમ લેખિત રજુઆતમાં જણાવેલ છે.

(11:24 am IST)