Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘ (રાષ્ટ્રીય) માં

દિવના મહિલા પત્રકાર ભાવના શાહની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી

જેતપુર તા. ૬: દિવમાં પત્રકારીત્વ ક્ષેત્રે ઉજળી કારકીર્દી મેળવનાર ભાવના શાહની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘ (રાષ્ટ્રીય) સંગઠનમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નીમણુંક પ્રદેશ અધ્યક્ષ રાધાભરથાણીયા એ કરતા શુભેચ્છાઓ મળી રહી છે. સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ હવે પુરૂષ સમોવડી બની ગઇ છે ત્યારે પત્રકારીત્વ ખુબ અઘરૃં હોય છે છતાં પણ આ ક્ષેત્રે ભાવના શાહે પોતાની કામગીરીથી મુઠી ઉંચેરૂ સ્થાન મેળવ્યું છે. કોઇની શેહ શરમ રાખ્યા વગર નીડર પત્રકારીત્વ કરતી તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા (મો. નં. ૯૭૧ર૭ ૧૪૬૬૩) શુભેચ્છાઓ મળી રહી છે.

(11:23 am IST)