Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પોરબંદર -અડવાણા રોડ ઉપર નડતર રૂપ ગાંડા બાવળો : અકસ્માતનો ભય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૬: અડવાણા રોડ પર ગાન્ડા બાવળો નું સામ્રાજય વધતા વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. અકસ્માતનો ભય વધ્યો છે.

પોરબંદર અડવાણા રોડ જે નેશનલ હાઈવે ૧૦ મીટર પહોળો છે તેની બંને સાઈડમાં ગાંડા બાવળ એક એક મીટર પથરાઇ જતાં આ રોડ આઠ મીટર નો થઈ ગયેલ હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ ગાન્ડા બાવળ ની ડાળીઓ વધુ ને વધુ ફેલાતી જાય છે જેથી વાહનચાલકોને ખુબજ પરેશાની થાય છે મોટા વાહન સામેથી પસાર થાય ત્યારે નાના વાહનો ને આ બાવળ ની ડાળીઓ નડતરરૂપ બને છે.

રાત્રિના સમયે મોટા વાહન ને સાઈડ આપવા માટે કયારેક આ બાવળ નડતરરૂપ બને છે અને અકસ્માતો થાય છે વધુમાં પેસેન્જર બસ અને ટ્રક સામસામે આવી જાય ત્યારે આ બાવળનું સામ્રાજય પેસેન્જરોના મોઢા પણ છોલાઈ જાય છે અને આ રોડ ઉપર આરએમડી ના મજૂરો કયારેય કામ કરતા દેખાતા નથી વાહનચાલકો જણાવે છે કે જો જેસીબીથી થડ મા થી બાવળો દૂર કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થશે.

(11:22 am IST)