Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પ્રધાન મંત્રી જન કલ્યાણ કારી યોજનાના અમરેલી જિલ્લા પ્રભારી તરીકે શ્રી શીંગાળાની વરણી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૬ : આમ તો દેશ આઝાદ થયે સાત દાયકાથી પણ વધુ સમય થયો. દેશમાં છેવાડાના માનવીનો વિકાસ એજ આ દેશનાં કલ્યાણકારી સિદ્ઘાંતોની ફલશ્રુતિ હોય શકે. દેશમાં સામાન્યત આમજનતાના સર્વશ્રેષ્ઠ વિકાસ માટે નિરંતર અનેક યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ લોકોની જાગૃતિનો અભાવ કે પ્રોપર ચેનલ ન હોવાને કારણે એવી અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહેતી હોય છે.

આ બાબતને ધ્યાને લઈને સાંપ્રત સમયમાં દેશમાં લોકોને આવી યોજનાની માહિતી અને માર્ગદર્શન મળી રહે તથા સામાન્ય રીતે આમ જનતા પણ તેનો સરળતાથી લાભ મેળવી શકે તે માટેની તમામ જાણકારી અને માર્ગદર્શન પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રસાર પ્રચાર અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાનાં પ્રભારી તરીકે સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા શ્રી રાજુભાઈ શીંગાળાની નિમણૂંક થતાં હવે સાવરકુંડલાનાં લોકોને પણ આવી યોજનાઓનો લાભ લેવાનું વધારે સરળ અને ઝડપી બનશે. આમ પણ રાજુભાઈ શીંગાળાની કાર્યપદ્ઘતિ આમ જનતા માટે ખૂબ માનવીય અભિગમ ધરાવતી હોવાથી લોકો પણ હોંશે હોંશે રાજુભાઈનું માર્ગદર્શન મેળવી રહ્યા છે.

(11:21 am IST)