Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

હળવદની રાધે ઓઇલ મીલમાંથી ૮૩ ડબ્બા 'ડિસ્કો તેલ' જપ્ત

જીલ્લા કલેકટરની સુચના બાદ આરોગ્ય વિભાગે દરોડો પાડતા ડિસ્કો તેલનું કારસ્તાન ઝડપાયુ

હળવદની ઓઇલ મીલમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી ડિસ્કો તેલ ઝડપી લીધુ તે વખતની તસ્વીર. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

સુરેન્દ્રનગર તા. ૬ :.. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે આજે આરોગ્ય વિભાગની ટીમે હળવદની ઓઇલ મીલ પર દરોડા કર્યા હતા જેમાં રાધે ઓઇલ મીલમાંથી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા મળી આવતા તંત્ર દ્વારા મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હળવદ-કોયબા રોડ પર આવેલ કિસાન વેર હાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઇલ મીલમાં ડીસ્કો તેલનું પેકીંગ થતું હોવાની ચોકકસ બાતમીના આધારે જિલ્લા કલેકટરની સુચનાથી જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને હળવદ મામલતદારની ટીમે રાધે મીલ ઓઇલ મીલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકીંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૮૩ ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માત્ર બે પૈસાની લાલચે લોકોનું આરોગ્ય જાખમાય તેવા તેલનો વેપલો કરતા તત્વો મેદાને પડયા છે. જિલ્લા કલેકટર આર. જે. માકડીયાની સુચનાથી હળવદ મામલતદાર  વી. કે. સોલંકી, જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી સહિતના સ્ટાફે રાધે ઓઇલ મીલમાં દરોડો પાડી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

(3:37 pm IST)