Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સુત્રાપાડા લોઢવા ગામે રાત્રી સભા યોજાઇ સભામાં રોડ રસ્તા પાણીના પ્રશ્નો રજુ થયા

પ્રભાસપાટણ  તા ૬ : સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી. રાત્રી સભાનાં  માધ્યમથી ગ્રામજનો સાથે ચર્ચા-વિચારણા કરવાની સાથે ગામના સામુહિક પ્રશ્નોની રજુઆતો કરવામાં આવી હતી. લોઢવા ગામના સામુહિક જરૂરીયાતના રોડ-રસ્તા, પાણી અને વિજળીના પ્રશ્નો ગ્રામજનોએ રજુ કર્યા હતા. જ ેે સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત વિભાગનાઅધિકારીઓને સુચનાઓ આપી આ પાયાના પ્રશ્નો સત્વરે ઉકેલવા જણાવ્યું હતું.

રાત્રીસભામાં સરપંચ ગોવિંદભાઇ ભોળાએ ગામના સામુહિક પ્રશ્નો જેવા કે આવીરત વીજ પુરવઠા માટે ૬૬ કે.વી. સબ સ્ટેશન, રોડ-રસ્તા અને પાણીની સમસ્યા અંગે રજુઆત કરી હતી. અગ્રણીશ્રી રામભાઇ વાઢેરે વાડી વિસ્તારમાં રહેતા લોકોને જયોતિગ્રામ યોજનામાં સમાવેશકરી વીજળી આપવા તેમજ  ક્ષાર અંકુશ  વિભાગના પાણીની લાઇન અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા. ભગવાન સોલંકીઅ ે લોઢવા ગામમાં ૧ કરોડના ખર્ચે થયેલ વિકાસ કામો અંગે રજુઆત કરી હતી. મહેશ ભોળાએ લોઢવા ગામથી  બરૂલા સુધીનો રોડ બનાવવા સરકારી અધિકારીઓ સમક્ષ વાત કરી હતી. તેમજ પરબતભાઇ ભોળાએ મીની  ટ્રેકટરની સહાય મેળવવા અંગે રજુઆત કરી હતી.

કલેકટરશ્રીએ રાત્રી સભામાં ગ્રામજનોના સામુહિક પ્રશ્નો સાંભળી વહેલી તકે ઉકેલવા ખાતરી આપી કહ્યું કે લોઢવા ગામના પ્રશ્નો ખેતીવાડી વિસ્તારમાં રોડ બનાવવા અને  પાણી આપવાના પ્રશ્નોને જરૂરી ગ્રાન્ટ ફાળવી આ પ્રશ્નો ઉકેલવામાં આવશે તેમજ ૬૬ કે.વી. અને ખેડૂતોની જમીન સંપાદનના પ્રશ્નો જે-તે વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી પૂર્તતા કરી જરૂર પડે સરકારશ્રીમાં  ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે. તેમજ સબંધિત અધિકારીઓને. જે તે વિભાગની રજુઆતને ધ્યાને લઇ તેના નિરાકરણ માટે સુચનાઓ આપવામાં આવી હતી.

રાત્રી સભામાં  ટી.એચ.ઓ. ડો.ચોૈહાણે આરોગ્ય વિભાગની માઁ અમૃત્તમ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહિતની અનેકવિધ યોજનાઓની જાણકારી આપી સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. પશુ પાલનનાશ્રી પટેલે કહ્યું કે, રાજય સરકાર દ્વારા પશુ-પાલનની ઘણી યોજનાઓ આઇ-ખેડૂત પોર્ટલ ઉપર કાર્યરત છે. જેમાં પશુ વીમા સહાય યોજનાનો પણ સમાવેશ કરાયો છે. તાલુકા પંચાયતના દવેએ મનરેંગા યોજના,મિશન-મંગલમ યોજના વિશે માહિતી આપી હતી. ગ્રામ સેવક સોલંકીએ ખેતીવાડી વિભાગની રોટાવેટર, ટ્રેકટર, તાલપત્રી  જેવી ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઇન અરજી કરવામાં આવે છે.

આ પ્રસંગે સુત્રાપાડાના તાલીમી ટીડીઓ (આઇ.એ.એસ) દિનેશ ગોૈરવ, ઇન્ચાર્જ મામલતદારશ્રી ડાભી, અગ્રણીશ્રી વિજય બારડ, જાદવભાઇ, હિરાભાઇ સહિતના સબંધિત વિભાગના અઘિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)