Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

જામકંડોરણાના ધોળીધારમાં સેવા સેતુ કાર્યક્રમ

જામકંડોરણાઃ તાલુકામાં ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ તાલુકાના ધોળીધાર ગામે પ્રા. શાળામાં યોજાયો હતો. રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, તા.પં. ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, સરપંચ તથા ઉપસરપંચ સુરેશભાઇ રાણપરીયા, રંગપર, સમજડીયાળી સહિતના ગામોના સરપંચો, પ્રાંત અધિકારી શ્રી જોષી, મામલતદાર અપારનાથી, તા.વિ.અધિકારી પી. ડી. પટેલ, ના. મામ. આર. જી. લુણાગરીયા, મદદતા.વિ.અધિ. બી. એમ. વ્યાસ સહિત કચેરી સ્ટાફએ હાજરી આપી હતી. દિપપ્રાગટય કરી મેડીકલ ચેકઅપ કેમ્પ, આધારકાર્ડ, આવક જાતિના દાખલા, વાત્સલ્ય કાર્ડ રેશન કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ મેળવવા માટે અરજદાર તરફથી કુલ ૧ર૮૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં પશુ નિદાન કેમ્પ કરી રસીકરણ તથા દવાઓ આપેલ આ તકે ધોળીધાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના ચેકનું પણ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમની તસ્વીર.

(11:28 am IST)