Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ઓખાની બજારોમાં દિવાળીના તહેવારોમાં ખરીદીનો માહોલ

ઓખા : દેશમાં નોટ બંધી અને જીએસટી બાદ છેલ્લા એક વર્ષમાં વેપાર ધંધાઓ સાથે રોજગારીને માઠી અસર જોવા મળી છે. ગ્રાહકોની ખરીદીમાં ભાવ વધારાના કારણે કાપ જોવા મળ્યો છે. તેમાંયે દિવાળીના વેપારમાં મંદીનો માહોલ  જોવા મળ્યો હતો. પરંતુ આજે પવિત્ર અગીયારસના શુભ દિવસે સૌરાષ્ટ્ર સાથે ઓખાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના દિવળા, તોરણ, રંગોળીના કલર સાથે ફટાકડા, મીઠાઇ તથા રેડીમેઇડ કાપડોની દુકાનોમાં ઘરાકી વિષેશ જોવા મળી હતી. અહીં તમામ વસ્તુઓના ભાવ જીએસટી લાગુ થતા વધારે જોવા મળ્યા હતાં. ત્યારે તેની અસર ઓખાની બજારોમાં ઓછી જોવા મળી હતી. ત્યારે નાના લોકો અને મધ્યમ વર્ગના લોકોને વધારે પરેશાની જોવા મળી હતી... મીઠાઇ અને કપડાને જોઇ ને જ સંતોષ મનાવ્યો હતો. ગઇકાલે ધનતેરસના દિવસે લક્ષ્મીજીને આવકારવા આંગણે  રંગોળીઓ બનાવી હતી.

(11:24 am IST)