Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જેતપુરમાં પરપ્રાંતીય મહિલાનું ગળુ દબાવી હત્‍યા કરનાર પતિ ત્રિલોક પોલીસના સકંજામાં

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૬: જેતપુરમાં પરપ્રાંતીય મહિલાનું ગળુ દબાવી હત્‍યા કરનાર પતિને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

શહેરના રબારીક રોડ વિસ્‍તારમાં આવેલ મહાદેવ ફીનીસીંગ નામના કારખાનામાં મજુરી કામ કરતા ત્રીલોક ચમાર તેની પત્‍ની મનીષાબેન (ઉ.વ.૧૯) નું ગળુ દબાવી હત્‍યા કરી નાસી છુટયો હતો.

અન્‍ય મજુરોએ સવારે ઓરડી બંધ જોઇ ખોલવાની કોશીષ કરતા અંદર મનીષાબેન નીચે પથારીમાં પડેલ હોય તે નહી જાગતા શંકા જતા પોલીસને જાણ કરેલ પોલીસે મૃતદેહને પીએમ માટે રવાના કરેલ દરમ્‍યાન તેનો પતિ ત્રીલોકીએ મનીષાબેનના કાકાના દિકરા અભેન્‍દ્રકુમારને ફોન કરીને કહેલ મે મનીષાનું ગળુ દબાવી હત્‍યા કરી દીધેલ છે. જેથી પોલીસે તેની ફરીયાદ પરથી ત્રીલોકી વિરૂધ્‍ધ આઇપીસી ૩૦ર મુજબ ગુન્‍હો નોંધી નાસી છુટેલ આરોપી પતિ ત્રિલોકને પકડી પાડી પુછતાછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ચારિત્ર્યના શંકાના કારણે ત્રિલોકે પત્‍નીને પતાવી દીધાનું ખુલ્‍યું છે. ત્રિલોકની પુછપરછ હાથ ધરાઇ છે.

(1:47 pm IST)