Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજકોટ જિલ્લામાં કાલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા

તા.૭અને ૮ ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં શિક્ષણ મંત્રીનું ઠેરઠેર સ્વાગત કરાશે- સંતો મહંતોના આશીર્વાદ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગતનું આયોજન : સવારે ૯-૩૦ કલાકે કુવાડવા ખાતે સંગઠનના પદાધિકારીઓ દ્વારા સ્વાગત :ખોડલધામમાં રજતતુલા કરાશે: કુવાડવા, પારડી, વિરપુર કાગવડ ગોંડલ કોટડા સાંગાણી અને શાપરનો મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. વિકાસના કાર્યો જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે અને જયા માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ ના લાભો પહોંચે તે માટે સમગ્ર  ટીમ કામ કરી રહી છે.આવતીકાલે તા.૭ ઓકટોબર અને તા.૮ ઓકટોબર ના રોજ શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ  યાત્રા રાજકોટ જિલ્લામાં યોજાશે.

  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સૌપ્રથમ કુવાડવા ખાતે તારીખ  ૭ ઓક્ટોબરના રોજ સવારે ૯-૩૦ કલાકે આગમન થશે જ્યાં સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના આગેવાનો અને સંસ્થાઓના અગ્રણીઓ સ્વાગત કરશે.
ત્યારબાદ પારડી ખાતે સવારે ૧૦.૪૫  કલાકે, વિરપુર ખાતે ૧૧:૩૦ કલાકે મંત્રીનુ સ્વાગત કરવામાં આવશે. મંત્રીની સાથે જિલ્લાના પૂર્વ મંત્રીશ્રીઓ ,અગ્રણીઓ, જિલ્લા તાલુકા ભાજપના પદાધિકારીઓ ,વિવિધ વેપારી એસોસીએશન ના પ્રતિનીધીઓ, સંસ્થાના અગ્રણીઓ પણ સહભાગી થશે અને મંત્રીનું સ્વાગત કરશે. સંતો મહંતો પણ આશીર્વાદ આપશે.
ખોડલધામ કાગવડ ખાતે બપોરે ૧૨:૩૦  કલાકે મંત્રીનુ સ્વાગત અને મંત્રીના હસ્તે  ધ્વજારોહણ અને મંત્રીની રજતતુલા કરાશે. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
બપોર બાદ  ર કલાકે જેતપુર ખાતે ડાઇગ એસોસીએશન તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત તેમજ બપોરે 3:30 કલાકે ગોંડલ માર્કેટ યાર્ડ  ખાતે સ્વાગત, કોટડા સાંગાણીમાં દત્ત મંદિર ખાતે સાંજે ૫ કલાકે સ્વાગત કાર્યક્રમ અને ૬ કલાકે સાપર ખાતે ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ, એસોસિયેશનના પ્રતિનિધિઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
તા.૮ના રોજ રાજકોટ શહેરમાં સવારથી રાત્રી સુધી સ્વાગત સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(8:50 pm IST)