Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ટ્રેનનો સફાઈ કામદાર વ્હિસ્કીની બાટલીઓ સાથે ઝડપાયો

બરેલી-ભુજ એક્સપ્રેસમાંથી વ્હિસ્કીની ત્રણ બાટલી લઈને ઉતરેલાં સફાઈ કામદારને ઝડપી લેવાયો

ભુજ :  ચાલતી ટ્રેને ડબ્બાની સાફ-સફાઈ કરતાં (ઓન બોર્ડ હાઉસ કીપીંગ સર્વિસ) કોન્ટ્રાક્ટ બેઝ્ડ સફાઈ કામદારો દારૂની હેરાફેરીના રવાડે ચડવા માંડ્યાં છે. બરેલી-ભુજ એક્સપ્રેસમાંથી વ્હિસ્કીની ત્રણ બાટલી લઈને ઉતરેલાં શિવમ વાઘેશ્વરદયાલ શર્મા (રહે. યુપી) નામના વીસ વર્ષિય સફાઈ કામદારને ગાંધીધામ સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસની ટૂકડીએ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કર્યો છે. અગાઉ પણ આવા સફાઈ કામદારો દારૂની હેરાફેરી કરતાં ઝડપાઈ ચૂકેલાં છે.

(8:38 pm IST)