Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પ્રાગપરના લિસ્ટેડ બૂટલેગરનો શરાબ ઝડપાયો :આડેસર પોલીસે કારમાં લઇ જવાતા દારૂનો બોટલો સાથે એક આરોપીને ઝડપ્યો

ભુજ : પૂર્વ કચ્છના લિસ્ટેડ બૂટલેગર શૈલેષ રાધુ કોલીએ સપ્લાય કરેલા શરાબનો જથ્થા સાથે આડેસર પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો છે. આડેસર પોલીસે ભુટકીયાના બસ સ્ટોપ પાસે GJ-12 DS-4143 નંબરની આઈ ટ્વેન્ટી કારમાં લઈ જવાતાં ૯૪ હજારની કિંમતની ૨૭૫ વ્હિસ્કીની બોટલ સાથે હસમુખ કેશા કોલી (રહે. પ્રાગપર) નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે શરાબ સાથે પાંચ લાખની કાર અને મોબાઈલ જપ્ત કરી હસમુખ કોલી, શૈલેષ કોલી તેમજ માલ મગાવનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે

(8:31 pm IST)