Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માંડવીના મોમાયમોરામાં તીનપત્તી ખેલતી ત્રિપુટી ઝબ્બે : બે ફરાર

ત્રણ શખ્સોને ગઢશીશા પોલીસે ૩૩૪૦૦ રોકડા, ૬૫૦૦ની કિંમતના ૩ મોબાઈલ ફોન અને ૮૦ હજારની કિંમતની ૪ મોટર સાયકલ મળી ૧ લાખ ૧૯ હજાર ૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં

માંડવીના મોમાયમોરા ગામના સીમાડે બાવળની ઝાડીની ઓથે તીનપત્તી વડે નાણાંની હાર-જીત કરતાં ત્રણ શખ્સોને ગઢશીશા પોલીસે ૩૩૪૦૦ રોકડા, ૬૫૦૦ની કિંમતના ૩ મોબાઈલ ફોન અને ૮૦ હજારની કિંમતની ૪ મોટર સાયકલ મળી ૧ લાખ ૧૯ હજાર ૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલાં શખ્સોમાં નવીન કાનજી જબુઆણી, અમૃતલાલ ગોવિંદ ઊર્ફે શામજી જબુઆણી અને દેવેન્દ્ર લાલજી ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે, વિનોદ પુંજા જબુઆણી અને બુધ્ધિલાલ બાલા મહેશ્વરી નામના બે ખેલી પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા.

(8:27 pm IST)