Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આગ લાગતાં અફડાતફડી : અંતે મોકડ્રીલ જાહેર કરતાં હાશકારો

 ખંભાળિયા:::  દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આગ લાગતાં અફડાતફડી મચી હતી.

જામખંભાળિયા ફાયર વિભાગને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અંતે મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.બ્રિગેડના જવાનો દ્વારા હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં લાગેલી આગ માં કાબુ મેળવ્યો હતો.હોસ્પિટલમાં આગની ઘટના થી લોકો અને દર્દીઓમાં  ચિંતામાં વધારો થયો હતો.આગ પર કાબુ મેળવીને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અંતે મોકડ્રીલ જાહેર કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.(કૌશલ સવજાણી - ખંભાળિયા)

(2:36 pm IST)