Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કેશોદમાં ચાલીસ રૃપીયાથી પાંચસો રૃપીયા સુધીની કિંમતના ગરબાનું બજારોમાં વેચાણ

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૬ : આગામી ગુરૃવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યોછે ત્યારે કેશોદના વિવિધ વિસ્તારોમાં માટીના કારીગરો દ્વારા બનાવેલ મનમોહક રંગથી સજાવેલા ગરબાનું બજારોમાં વિવિધ જગ્યાએ વેચાણ થતું જોવા મળી રહયુ છે.

માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતા એક દિવસ બાદ ગુરૃવારથી પ્રારંભ થઇ રહયાછે ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ લોકો નવરાત્રિ દરમિયાન ઘરે ઘરે ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરેછે જેના માટે કેશોદની બજારોમાં ગરબાની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહયાછે માટી કામના કારીગરો દ્વારા ગરબા બનાવી મનમોહક રંગથી સજાવેલા ગરબાનું બજારોમાં વિવિધ જગ્યાએ વેચાણ થતું જોવા મળી રહયુછે કેશોદની બજારોમાં ચાલીસ રૃપીયાથી પાંચ સો રૃપીયા સુધીની કિંમતના ગરબાનું બજારોમાં વેંચાણ થઈ રહયુ છે.  ગત વર્ષે કોરોના કારણે નવરાત્રિ મોકુફ રાખવામાં આવેલ હતી માત્ર માતાજીનો ગરબો પ્રગટાવી પુજા અર્ચના કરવામાં આવી હતી હાલમાં સરકાર દ્વારા પ્રાચીન શેરી ગરીબીની નિયમોને આધીન છુટ આપવામાં આવીછે ત્યારે કેટલી શેરી ગરબીઓ યોજાશે તે જોવાનું રહ્યું.

(1:26 pm IST)