Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગરમાં શેલ્ટર હોમમાં મેડિકલ ચેકઅપ : વેકિસનનેશન

 જામનગર : આજે  તા-૫/૧૦/૨૧ ના  રોજ રાત્રે ૭.૩૦ થી  ૮.૩૦ દરમિયાન  માનનીય  કમિશનરશ્રી વિજયકુમાર  ખરાડી સાહેબ ના આદેશ અનુસાર જામનગર  મહાનગર પાલિકા દ્વારા હાપા  શેલટર હોમ  મા રહેતા  લોકો માટે  હેલ્થ  ચેકઅપ  તથા વેકિસનેશન  કેમ્પનંુ  આયોજન  કરવામાં  આવેલ  જેમાં ૩૫ લોકોનુ  હેલ્થ ચેકઅપ  તથા ૧૧ લોકોને વેકિસનેશનનો પ્રથમ  ડોઝ  તથા ૧ વ્યકિતને બીજો  ડોઝ  આપવામા  આવેલ  છે    યૂસીડી શાખાના પ્રોજેકટ  ઓફિસરશ્રી એચ.વી.શ્રીમાળી અને મેનેજરો  ની ટીમના સંકલન તથા ગુલાબનગર  યુ.એચ. સી . ટીમના સહયોગ  થી આ કેમ્પ  સફળતાપૂર્વક  પૂર્ણ  થયેલ  છે.  (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી- જામનગર)

(12:54 pm IST)