Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગરનાં જોગવડ ગામે પતિ ઉપર શંકા કરીને પત્નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: લાલપુર તાલુકાના જોગવડ ગામે આવેલ આશાપુરા માર્બલની સામે રહેતા ધનજીભાઈ ડાયાભાઈ વાઘ ઉ.વ. ૩પ એ મેઘપર પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તેમની પત્નિ નિતાબેન ઉ.વ. ૩૧ને તેણીના પતિ ઉપર શંકાઓ કરી ઘરની સામે આવેલ ગલીમાં નહીં ચાલવા અને બીજી ગલીમાં ચાલવાનું કહી અવાર નવાર બન્ને પતિ–પત્નિ વચ્ચે બોલાચાલી થતી હોય જેના કારણે નિતાબેનને મનમાં લાગી આવતા તા. પ ના રોજ પોતના ઘરે ગળેદુપટો બાંધી બારીમાં ગળેફાંસો ખાઈ મરણ થયેલ છે.

જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પિતા–પુત્ર સામે ફરીયાદ

અહીં મારૂતિનગર પોલીસ હેડ કવાર્ટર પાછળ રહેતા પુજાબા મહિપતસિંહ રાઠોડ ઉ.વ. ર૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૪ ના રોજ આ કામેનો આરોપીઓ દિગ્વિજયસિંહ રેવતુભા જાડેજા, રેવતુભા ભુરૂભા જાડેજા રહે. મારૂતિનગરવાળાઓએ ફરીયાદીના ઘરે જઈ લોખંડનો પાઈપ ફરીયાદી તથા સાહેદ સાથે ઝગડો કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

આઈપીએલના મેચ ઉપર જુગાર રમતો ઝડપાયોઃ એક ફરાર

સીટી બી ડિવિઝનના યુ.બી.જાડેજાએ તા. પ ના રોજ એમ.પી.શાહ ઉદ્યોગનગર ધરારનગર નં. ર મેઈન રોડ પર આવેલ હોટલ પાસે જાહેરમાં આ કામેના આરોપી કાસમ દાઉદભાઈ મલેક ઉ.વ. ૩૮ ને આઈ.પી.એલ.નો મેચ નિહાળી રનફેરનો જુગાર રમતા રોકડ રૂ. ૧૧પ૦ તથા મોબાઈલ ફોન ૧ કિંમત રૂ. પ૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે દિપેશ તન્ના નાશી ગયો હતો.

દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવિઝનના એસ.આર.બેલીમએ તા.પના રોજ કલ્યાણ ચોક પાસે જાહેર રોડ પરથી આ કામેના આરોપી અકબર સીદીકભાઈ જુણેજા પાસેથી ઇગ્લીશ દારૂની બોટલ–ર કિંમત રૂ. ૧૦૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે સદામ ખફી નાશી ગયો હતો.

પ્રેમ લગ્ન કરનાર યુવકના ભાઈને માર માર્યો

કાલાવડ તાલુકાના બાંગા ગામે રહેતા પરબત લાખાભાઈ વાઘેલા ઉ.વ. ૭૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનો દિકરો બેરાજા ગામે સરખા સીમ વિસ્તારમાં આવેલ વાડીએ જતો હોય ત્યારે રસ્તામાં સોલાર પ્લાટના ગેઈટ પાસે ફરીયાદીના દિકરા ભગવાનજીભાઈનું મોટર સાયકલ આ કામેના આરોપીઓ તા.૧ના રોજ આ લાખાભાઈ આણંદભાઈ સોલંકી, કારાભાઈ આણંદભાઈ સોલંકી, વાલાભાઈ કરશનભાઈ ભીતએ રોકી કહેલ કે મારી ભાણેજને તારા નાનાભાઈ પ્રવીણે ભગાડીને પ્રેમ લગ્ન કેમ કરેલ તેમ કહી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી, લોખંડના પાઈપ વડે માર મારી ફેકચર કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

૭ મહિલા સહિત ૮ જુગારીઓ ઝડપાયા

એલ.સી.બી. શાખાના આર.એન.પરમારે તા.પ ના રોજ દિગ્જામ સર્કલ પાસે આવેલ ગણપતનગર ઝુપડપટી પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા રામીબેન દેવાણંદભાઈ ધમા, નુરજહાંબેન સલીમભાઈ લાધાણી, ગુલમાબાનુબેન હાસમભાઈ નુખીડા, શકરબેન મામદભાઈ પુંજાણી, ઝરીનાબેન નશીરભાઈ ખોજા, સભાયાબેન ધનાભાઈ ગઢવી, મણીબેન બાબુભાઈ ખોજા, દેવાણંદભાઈ માણસીભાઈ ધમાને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૦૩પ૦ સાથે ઝડપી પાડયા હતા.

(12:53 pm IST)