Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

બૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ જામનગરના સંયુકત ઉપક્રમે જામનગરના પૂરગ્રસ્ત પરિવારોને રાશનકીટ અર્પણ

 જામનગર : બૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મદદ કરવાના હેતુથી ડો.દ્યનશ્યામ વાદ્યેલા નાયબ નિયામક અનું. જાતિ કલ્યાણ જામનગરનો સંપર્ક કરી મદદરૂપ થવા જાણ કરવામાં આવી. આ કામગીરી માટે સરકારી છાત્રાલયના સેવાભાવી કોન્ટ્રાકટર હસમુખભાઈ સાદિયને અનાજ કરિયાણાની કીટ બનાવવાની જવાબદારી સોંપાઈ જેઓએ ઓછા ખર્ચ સારામાં સારી અનાજ કરિયાણું મળી રહે તેવું આયોજન કર્યું. કચેરીના રણછોડભાઈ શિયાર મદદનીશ મેનેજર દ્વારા બે ત્રણ ગામોનો પ્રાથમિક સર્વે કરી સામાજિક, આર્થિક મુશ્કેલીઓ વગેરે બાબતોને ધ્યાને લઇ જરૂરિયાતમંદ કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવી. બૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયબ નિયામક અનું.જાતિ કલ્યાણ જામનગરના સંયુકત ઉપક્રમે પૂરમાં નુકસાન પામેલા ગરીબ પરિવારોને અનાજ, કરિયાણું અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની રાશનકીટ આપવામાં આવી. આ રાશનકીટમાં ખાંડ, ચા, મસાલા તેલ, મગની દાળ, ઘઉંનો લોટ,ચણા વગેરે વસ્તુઓ પરિવારદીઠ આપવામાં આવી હતી.આ કામગીરીમાં અનું.જાતિ કલ્યાણ જામનગરના નિરીક્ષક જયદીપસિંહ જાડેજા અને દીપકભાઈ અને પટ્ટાવાળા રમેશભાઈ અને ખીજડીયા ગામના શિક્ષક શ્રી વિજયભાઈ મકવાણા અન્ય સ્ટાફ પણ મદદરૂપ રહ્યા હતા.  (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(12:53 pm IST)