Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગરમાં નવરાત્રિ પહેલા ભાડે આપતા સિઝનેબલ પોશાકના ધંધાર્થીની મુશ્કેલી યથાવતઃ બે વર્ષથી નવરાત્રી ફિક્કી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૬: છોટી કાશી ગણાતા જામનગરમાં નવરાત્રિ આવતા પહેલા જ સિઝનેબલ ધંધામાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે પરંતુ અત્યારે નવરાત્રિની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જામનગરમાં માત્ર શેરી ગરબાઓને કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઈને છૂટછાટ મળી છે અને અર્વાચીન રાસ ગરબા મહોત્સવને મંજૂરી નથી મળી જેને લઇને ખેલૈયાઓ માટે નિરાશા છે. જ પરંતુ ખેલૈયાઓને રંગબેરંગી મનમોહક આભૂષણોમાં સજજ થઇ ગરબે ઘૂમતા લોકોને વસ્ત્રો અને પારંપારિક વિવિધ પોશાકો થી સજ્જ કરતા સિઝનેબલ ટ્રેડિશનલ છે અને ઓર્નામેન્ટ ભાડે આપનાર વેપારીઓ મંદિરમાં હૈયા હોળી કરી રહ્યા છે.

જામનગરમાં નવરાત્રી નિમિત્ત્।ે દર વર્ષે જુદા-જુદા ૧૫ થી ૨૦ જેટલા અર્વાચીન ગરબા મહોત્સવના આયોજન થતા હતા પરંતુ હાલ છેલ્લા બે વર્ષથી નવરાત્રી ફીક્કી પડી છે. આ વર્ષે માત્ર શેરી ગરબાઓની છૂટછાટ છે ત્યારે ૧૫ થી ૨૦ જેટલા અર્વાચીન રાસ ગરબા મહોત્સવમાં અંદાજે અંદાજીત ૭૦૦૦ જેટલા ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. પરંતુ આ વર્ષે શેરી ગરબા સિવાય છૂટછાટ નહીં મળતા ખેલૈયાઓ નિરાશ થયા છે. તો બીજી તરફ ટ્રેડિશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ ભાડે આપતા વેપારીઓ પણ માખીઓ મારી મારી રહ્યા છે. દર વર્ષે જામનગરમાં પાંચ-સાત મોટા સિઝન સ્ટોર્સમાં ટ્રેડિશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ રાખતા ધંધાર્થીઓ અને માત્ર નવરાત્રિ આધારિત કેટલાક વસ્ત્રોને ભાડે આપવાની પ્રવૃત્ત્િ। સાથે સંકળાયેલા ધંધાર્થીઓ મંદીનો માર સહી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી સીઝનના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ નો ધંધો માત્ર ૧૫ થી ૨૦ ટકા થઈ ગયો છે.

અગાઉ જામનગરમાં નવરાત્રી દરમિયાન ૨૫ થી ૩૦ લાખ જેટલો એવરેજ ધંધો થતો હતો પરંતુ હાલ આ વર્ષે છૂટક છૂટક બુકિંગ આવ્યા હોવાથી માત્ર ૮ થી ૧૦ ટકા જેટલો ધંધો જ થઈ રહ્યો છે જેને લઇને કેટલાક વેપારીઓ તો પોતાના માણસોને પણ છૂટા કરી દીધા છે કારણકે ધંધો ન હોવાને કારણે દુકાનના ભાડા લાઈટ બિલ અને માણસોને પણ પગાર આપવાના તૂટી રહ્યા છે જેને લઇને સીધો જ માર પડતો હોવાને કારણે માણસોને છૂટા કરી દેવાયા છે.

હાલ નવરાત્રિના તહેવારો ને લઈને દુકાનોમાં મહિલા અને પુરુષ ખેલૈયાઓને લઈને જુદી-જુદી દસેક જેટલી ટ્રેડિશનલ વસ્ત્રોની શ્રેણી ઉપલબ્ધ હોય છે પરંતુ આ વર્ષે હિન્દી મંદીના કારણે નવો માલ પણ ઓછો ભરાવ્યો છે અને ઘરાકી પણ ઓછી છે જેને લઇને દિવાળી પહેલા આવેલ નવરાત્રિએ વસ્ત્રો અને ઓર્નામેન્ટ ભાડે આપનાર વેપારીઓની હૈયાહોળી થઈ છે. (તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:53 pm IST)