Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શુક્રવારે ભાજપ દ્વારા જામનગરમાં કિરીટસિંહ રાણાની ''જન આશીર્વાદ યાત્રા''નું પરિભ્રમણ

મહાનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા અન્ય જ્ઞાતિ- સેવાકીય સંસ્થા તેમજ વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા ઠેરઠેર કરાશે ભવ્ય સ્વાગત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૬ :  ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આગામી શુક્રવાર તારીખ ૮.૧૦.૨૦૨૧ના દિવસે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહજી રાણાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી, આર.સી.ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સહિતના અગ્રણીઓ જોડાશે.

જામનગર મહાનગર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા મેરામણભાઈ ભાટુ, તથા સમગ્ર સંગઠન ઉપરાંત મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન  મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર  તપનભાઇ પરમાર, સહિતના પદાધિકારીઓ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત કર્યા પછી ''જન આશીર્વાદ'' યાત્રા નગર ભ્રમણ કરશે, જે સમગ્ર જન આશીર્વાદ યાત્રાના રૂટ પર  જામનગર મહાનગર ભાજપના અન્ય હોદેદારો-કાર્યકરો, તેમજ શહેરની વિવિધ જ્ઞાતિ અને સેવાકીય સંસ્થાઓ, અગ્રણી વેપારીઓ વગેરે દ્વારા ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત જનસમર્થન યાત્રાના રુટપર આવેલા તમામ ધાર્મિક સ્થળોએ દર્શન કરવામાં આવશે, ઉપરાંત મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. જેની ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજીત માન. કેબીનેટમંત્રીશ્રી કિરીટસિંહજી રાણાની જનઆશિર્વાદ યાત્રાનો પ્રારંભ શુક્રવાર તા. ૦૮-૧૦-૨૦૨૧ના સવારે ૦૯:૩૦ વાગ્યે ખંભાળીયા બાયપાસ પાસે આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર થી થશે ત્યાર પછી સવારે ૧૦:૦૦ વાગ્યે વોર્ડ નં. ૧૧માં ગુલાબનગર પેટ્રોલ પંપ પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર પછી ૧૦:૩૦ વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સ હોલ પાસે સ્વાગત થશે જયાંથી ૧૦:૪૫ વાગ્યે ૭૮ વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. ૧૦ અને ૧૨માં સ્વાગત કરવામાં આવશે.

 આ જનઆશિર્વાદ યાત્રા સવારે ૧૧:૦૦ વાગ્યે સુભાષબ્રિજ પર આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે પહોંચશે જયાં પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવશે અને ત્યાંથી ૧૧:૧૫ વાગ્યે ત્રણ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત ૧૧:૨૫ વાગ્યે ગ્રેઇન માર્કેટ નજીક ઘી સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો. દ્વારા સ્વાગત કરવામાં આવશે.

 આ જનઆશિર્વાદ યાત્રા સવારે ૧૧:૪૦ વાગ્યે વોર્ડ નં. ૧૦માં દિપક સિનેમાં પાસે પહોંચશે જયાં સ્વાગત કરાશે ત્યારપછી ૧૧:૫૦ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાં ચેતન પેપર માર્ટ નજીક પહોંચ્યા પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની -તિમાને સુતરની આંટી પહેરાવાશે. ઉપરાંત વોર્ડ નં. ૯ માં ચાંદીબજાર સ્થિત દેરાસરમાં દર્શન કરવામાં આવશે. જયારે ચાંદીબજાર વિસ્તારના વિવિધ એસો. દ્વારા સ્વાગત કરવામાં આવશે જયાંથી ૧૨:૩૦ વાગ્યે માંડવી ટાવર નજીક વ્હોરા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જયાંથી આગળ વધીને ૧૨:૪૫ વાગ્યે હવાઇ ચોક વિસ્તારમાં પહોંચીને વિર શહિદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે અને હવાઇ ચોક વિસ્તારમા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

 ઉપરોકત જનસમર્થન યાત્રા બપોરે ૦૧:૦૦ વાગ્યે ખીજડા મંદિરે પહોંચશે અને મંદિરમાં દર્શન કરશે જયારે વોર્ડ નં. ૧૬ના પવનચકકી વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે, જયાંથી આગળ વધીને બપોરે ૦૧:૩૦ વાગ્યે વોર્ડ નં. ૧૫ માં ઓશવાળ હોસ્પીટલ પાસે મહાજન સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે.

 માન. કેબીનેટ મંત્રીશ્રી કિરીતસિંહ રાણાની જન આશિર્વાદ યાત્રાને બે કલાકનો વિરામ અપાયા પછી બપોરે ૦૩:૩૦ વાગ્યે રણજીત નગર વિસ્તારમાં આવેલી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા પછી વોર્ડ નં. ૮માં પટેલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે જયાંથી બપોરે ૦૪:૦૦ વાગ્યે આગળ વધીને પ્રણામી સ્કૂલ પાસે પહોંચશે ત્યાં સ્વાગત કરાશે તેમજ ૦૪:૧૫ વાગ્યે રોઝી પેટ્રોલ પંપ પાસે ફેકટરી ઓનર્સ એસો.ના હોદેદારો તેમજ જી.આઇ.ડી.સી. પ્લોટ હોલ્ડર એસો. દ્વારા સ્વાગત કરવામાં આવશે જયાંથી ૦૪:૩૦ વાગ્યે સત્યમ કોલોની પાસે પહોંચશે અને આહિર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

 ત્યાર પછી ૦૪:૪૫ વાગ્યે વોર્ડ નં. ૦૭:૦૦ માં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સ્વાગત થશે ૦૫:૦૦ વાગ્યે ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સ્વાગત કરાશે ઉપરાંત વોર્ડ નં. ૬ માં માલધારી હોટલ નજીક મહેર સમાજની વાડી પાસે સ્વાગત કરાશે, જયાંથી ૦૫:૨૦ વાગ્યે રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા ગુજરાત રાજય યુવક બોર્ડના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી શરૂસેકશન રોડ પર શિવમ્ પેટ્રોલ પંપ નજીક ૦૫:૨૫ વાગ્યે જી.એમ.બી. યુનિયન દ્વારા સ્વાગત કરાશે.

 જયાંથી આગળ વધીને વોર્ડ નં. ૦૫માં વી. માર્ટ પાસે તેમજ પંચવટી વિસ્તારમાં જય માતાજી ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવશે જયાંથી જનઆશિર્વાદ યાત્રા આગળ વધીને ડી.કે.વી. સર્કલ પાસે ૦૬:૦૦ વાગ્યે પહોંચશે અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવશે જયાં વોર્ડ નં. ૩ ના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે, અને ત્યાંથી આગળ વધી ૦૬:૨૦ વાગ્યે અંબર ચોકડી ચર્ચ પાસે સ્વાગત કરાયા પછી ૦૬:૩૦વાગ્યે આણદાબાવા સેવા સંસ્થામાં દર્શન કરવામાં આવશે. જયાંથી ૦૭:૦૦ વાગ્યે લાલબંગલા સર્કલમાં પહોંચી ડો. બાબાસાહેબ આંબેડકરજી અને સર રાજેન્દ્રસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવશે, જયાંથી આગળ વધી ૦૭:૧૫ વાગ્યે જામનગર જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સાત જેટલી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને જન સમર્થન યાત્રા સભાના રૂપમાં ફેરવાઇ જશે.

 ભારતીય જનતાપાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજીત માન. કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહજી રાણાની જનઆશિર્વાદ યાત્રાની શહેર ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાવમાં આવી છે અને જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરાની આગેવાની હેઠળ સમગ્ર જન યાત્રાના ઇન્ચાર્જ મહામંત્રી વિજયસિંહ જેઠવા, સહ ઇન્ચાર્જ તરીકે ઉપપ્રમુખ રાજુભાઇ યાદવ તેમજ શહેર મંત્રી દિલીપસિંહ કંચવા તેમજ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદેદારો શહેર ભાજપના અગ્રણીઓ, જુદા જુદા વોર્ડના કોર્પોરેટરો તેમજ વિવિધ સેલ તથા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જહેમત લઇ રહ્યા છે.

(12:52 pm IST)