Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં પ્લોગ રનનું આયોજન

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં 'આઝાદીના અમૃત મહોત્સવ' ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ ની ઉજવણીના ભાગરૂપે ૦૨ ઓકટોબર ૨૦૨૧ ના રોજ એક પ્લોગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની ૧૫૨ મી જન્મજયંતિ પર અનુચિત શ્રદ્ઘાંજલિ પણ હતી. સંચાલન સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરના એનસીસી કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે ઝંડો ફરકાવી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. અધિકારીઓ અને સ્ટાફ સાથે તમામ ધોરણના કેડેટ્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સે તેમની સ્વૈચ્છિક સેવામાં યોગદાન આપ્યું હતું. સ્કૂલ કેમ્પસ અને બાલાચડીના દરિયા કિનારેના આસપાસના વિસ્તારની સાફાય કરી હતી. બાલાચડીમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી. સ્કૂલના તમામ લોકોએ પૂરા ખંત અને સમર્પણની ભાવના સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(12:51 pm IST)