Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુત્રાપાડા પ્રભાસપાટણ વિસ્તારમાં ૪ જુગારના દરોડા ૧૮ ઝડપાયા ૧૩ નાશી છુટયાઃ રૂ.૧,૭૩,૭ર૦ નો મુદામાલ કબજે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: તાલુકાના ડારી ગામે જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લીધેલ હતા છ નાશી છુટેલ હતા ઝડપાયેલ માં ચેતન માનસીગભાઈ  સોલંકી, મનોજ ઉર્ફે રામ પુજાભાઈ બામણીયા, દુધીબેન લાખાભાઈ બામણીયા, હેમીબેન જીવાભાઈ ધારેચાને રોકડા રૂ.૧૧૯પ૦ સાથે ઝડપી પાડેલ હતા દરોડા દરમ્યાન નાશી છુટેલ જયેશ ગોવિંદભાઈ બામણીયા,વિજયભાઈ પરબતભાઈબામણીયા,જીવાભાઈ જાદવભાઈ બારૈયા,દીનેશ કોળી,લાભુબેન બાબુભાઈ વાઢેર,દક્ષાબેન કીરીટભાઈ મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરેલ છે.

પ્રભાસપાટણના ડાભોર ગામે રમેશભાઈ રાઠોડના મકાનમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયેલ હતા આ દરોડા દરમ્યાન સાત જુગારીઓ નાશી છુટેલ હતા ઝડપાયેલ રમેશભાઈ લખમણભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સરમણભાઈ રાઠોડને રોકડા રૂ.૮૯પ૦૦ તથા મોબાઈલ નંગ ૩ રૂ.પ૧૦૦૦ કુલ રૂ.૧,૪૦,પ૦૦ સાથે ઝડપાય ગયેલ દરોડા દરમ્યાન નાશી છુટેલ મનસુખભાઈ કેશવભાઈ ધારેચા, નારણભાઈ જેહાભાઈ ખુંટડ, ધનસુખભાઈ માડાભાઈ જેઠવા, નરેશભાઈ માડાભાઈ જેઠવા, નીલેષભાઈ ખીમાભાઈ બારીયા, વીમલભાઈ ઉકાભાઈ વાઢેર,મનસુખભાઈ કેશવભાઈની પત્નિ સામે કાર્યવાહી હાથ ધરેલ છે. 

સુત્રાપાડા તાલુકાના ઉબરી ગામે ગ્રામ પંચાયતની ઓફીસની બાજુમાં જાહેરમાં જુગાર રમતા નારણભાઈ ભગવાનભાઈ પરમાર,ભાવેશભાઈ કરશનભાઈ બળાઈ, વિજયભાઈ દીલસુખભાઈ ગૌસ્વામી, નિલેષભાઈ ગુલાબભાઈ ગોસ્વામી, હાજાભાઈ મેણસીભાઈ બારડને રોકડા રૂ.૧પ૬૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

સુત્રાપાડા તાલુકાના સીગસર ગામે જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ રણસીભાઈ વાળા, અલીભાઈ હુસેનભાઈ અલવી, જગદીશભાઈ રાણાભાઈ વાજા, જીવાભાઈ વિરાભાઈ વાળા, સાદુળભાઈ મેરામણભાઈ ચાવડા, રણભાઈ જીણાભાઈ કામળીયાને રોકડા રૂ.પ૬૭૦ સાથે ઝડપી પાડેલ હતા.

  ચાર દરોડામાં સૌથી મોટો જુગાર ધામ ડાભોર ગામે ઝડપાયેલ હતું.

(12:57 pm IST)