Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સાવરકુંડલા : આર.એફ.ઓ. સામે પગલા ભરવા પ્રેસ કલબની રજુઆત

સાવરકુંડલા,તા. ૬: ધારી વન વિભાગના આર.એફ.ઓ જયોતિબેન જોશીએ ધારીના પત્રકાર અરવિંદભાઇ દવેનો મોબાઇલ છીનવી લઇને અયોગ્ય વર્તન કરતા તેની સામે પગલા ભરવા સાવરકુંડલા પ્રેસ કલબની પ્રમુખ સુર્યકાન્તભાઇ ચૌહાણ, કાર્યકારી પ્રમુખ પ્રતાપભાઇ ખુમાણ, ઉપપ્રમુખ ઇકબાલભાઇ ગોરી, ઉપપ્રમુખ મયુર ટાંક, મહામંત્રી કેતનભાઇ બગડા, મહામંત્રી દીપકભાઇ પાંધી, સંગઠન મંત્રી પાંધી સર, સહમંત્રી જીજ્ઞેશ ગળથીયા સહિતનાએ રજુઆત કરી હતી.

(12:49 pm IST)