Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ધોરાજીના સુપેડીમાંથી આદિવાસી પરિવારની ૩ વર્ષની બાળાનું અપહરણ કરનારાની શોધખોળ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૬ :  ધોરાજીના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાના માં મજૂરી કામ કરતા કમલેશભાઈ ભાવશીભાઈ આદિવાસી ની ત્રણ વર્ષની પૂત્રી સૂરબાઈનું મંગળવારે સાંજે ચાર વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી ગયાની જાણ પરિવારજનોએ ધોરાજી પોલીસ મથકે કરતાં ઘટનાની જાણ થતા ધોરાજી પીઆઈ હકૂમતસિહ જાડેજા સૂપેડી ગામે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે જીલ્લા પોલીસવડા બલરામ મિણા, જેતપુર ડેપ્યુટી એસપી સાગર બાગમર એ તાબડતોબ અપહરણ બનાવ મામલે જીલ્લા સહિતના પોલીસ મથકો ખાતે પોલીસની નાકાબંધી કરાવી હતી. લગભગ રાત્રીના દસ વાગ્યા સુધી સમગ્ર રાજકોટ જિલ્લાના સ્ટેટ હાઇવે નેશનલ હાઈવે ઉપર પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી પરંતુ આરોપીની સગળ કોઈ જગ્યાએ મળી ન હતી જેતપુર સુધી સીસીટીવી ફૂટેજના આધારે લોકેશન મળતું હતું પરંતુ આરોપી કોઈ અન્ય માર્ગ પર નાસી છૂટયો હોય તેવું પોલીસે જણાવ્યું હતું હાલમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણાઙ્ગ ડેપ્યુટી એસપી સાગર બાગમાંરના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ જિલ્લામાં પોલીસ મથકો ઉપર સાવચેતીના ભાગરૂપે આરોપીને ઝડપી લેવા બાબતે ખાસ સુચના આપવામાં આવી છે ઉપરોકત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા રમેશભાઈ બોદર સહિતનો પોલીસ કાફલો મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી કોઈ સમાચાર પ્રાપ્ત થતા નથી.

(12:49 pm IST)