Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ટંકારાના ખીજડીયા પાસે કાર સળગી : ૩ વ્યકિતઓનો બચાવ

તસ્વીરમાં સળગી ગયેલ કાર નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૬: ટંકારાની ખીજડીયા ચોકડી પાસે કાર સળગી હતી જો કે કાર સવાર ત્રણ વ્યકિતનો આબાદ બચાવ થયો હતો.

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી પસાર થતી કારમાં કોઈ કારણોસર આગ લાગતા કાર સળગી ઉઠી હતી રાજકોટથી મોરબી તરફ આવતી કાર અચાનક સળગવા લાગી હતી કારમાં સવાર મોરબીના ત્રણ વ્યકિતઓ સમયસર ઉતરી જતા આબાદ બચાવ થયો હતો તો કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર સળગીને ખાખ થઇ હતી જોકે કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો જેથી સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો તો આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી.

(12:48 pm IST)