Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

હળવદના માથક ગામે દારૂના જથ્થા સાથે રાજુ સડાણીયા પકડાયો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને દારૂનો જથ્થો નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: હળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હોય દરમિયાન સ્ટાફના ચંદુભાઈ કાણોતરા તથા દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદના માથક ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ સડાણીયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૪૭ કીમત રૂ.૧૪૧૦૦ તથા બીયર ટીન નંગ-૧૪૪ કિંમત રૂ.૧૪૪૦૦ એમ કુલ મુદામાલ સાથે આરોપી રાજુભાઈ સડાણીયાને ઝડપી પાડ્યો હતો જ્યારે મયુર ઉર્ફે મયો અશોકભાઈ બોરાણીયા પાસેથી લીધેલ હોવાની માહિતી મળતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ કામગીરી પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, ચંદુભાઈ કાણોતરા,નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, ચંદ્રકાંતભાઈ વામજા સહિતની ટીમે કરેલ છે.

(12:47 pm IST)