Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાણાવાવની નેશમાં છુપાવેલ ૧૦ હજારનો દેશી દારૂ ઝડપાયો

પોરબંદર તા. ૬ : રાણાવાવની મોરા પાણીની નેશમાં છુપાવેલ ૧૦ હજારનો દેશી દારૂ લીટર-પ૦૦ પોલીસે પકડીને આ દારૂ છુપાવનાર આરોપી બીલેશ્વરના અલ્પેશ ટપુભાઇ સામે ગુન્હો નોંધ્યો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં પ્રોહી-જુગારની બંદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના તેમજ પ્રોડી ડ્રાઇવનું  આયોજન કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પી.અધિ. શ્રીસ્મીત ગોહીલનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીની અસામાજીક પ્રવૃતિ કડક હાથે ડામી દેવાના ઉમદા હેતુસર રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતો તે દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.સ.ઇ. પી.ડી.જાદવતથા સર્વેલન્સ સ્ટાફના પો.કર્મચારી સાથે રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી.ડ્રાઇવ સબબ પેટ્રોલીગમાં હતા દરમ્યાન પો.કોન્સ. સંજયભાઇ વાલાભાઇ તથા પરબતભાઇ લખમણભાઇને સંયુકત રીતે બાતમીરાહે મળેલ હકિકત આધારે રાણાવાવ તાલુકાના મોરાપાણીનેશમાં પડતર ખંઢેરીયામાં  આરોપી અલ્પેશ ટપુભાઇ રે.વીલેશ્વરવાળાએ છુપાવેલ દેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ-૧૦ દેશીદારૂ લીટર પ૦૦ કિ. ૧૦ હજારનો મુદામાલ પકડી પાડી.

 આરોપી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવી દેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડી આ કામગીરીમાં પો.સબ ઇ. પી.ડી.જાદવ પો.હેડ.કોન્સ સંજયભાઇ વાલાભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ, જયમલભાઇ સામતભાઇ, પરબતભાઇ લખમણભાઇ વિગેરે રોકાયેલ હતા.

(12:47 pm IST)