Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પોરબંદર ભાજપ મહિલા મોરચા દ્વારા વિધવા પેન્શનરોની હયાતીની ખરાઇ સ્થળ ઉપર કરી

વિનામૂલ્યે વેરીફીકેશન કરીને લાભાર્થીઓના સોગંદનામા સહિત ખર્ચ બચાવ્યો

પોરબંદર,તા. ૬ :  શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ભારતીબેન ચામડિયા દ્વારા જિલ્લા બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી ડો. પ્રજ્ઞાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુભાષ નગર વિસ્તાર માં ગંગાસ્વરૂપા નિરાધાર આર્થિક સહાય યોજના અંતર્ગત પેંશનર લાભાર્થી બહેનો જીવિત છે કે નહીં તેની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.

વિધવા બહેનો ની હયાતી નો દાખલો જો તેઓ સોગંદનામું કરી ને કઢાવે તો તેનો અદાજીત ખર્ચ ૩૦૦ રૂપિયા જેવો થાય છે જ્યારે અહીં બહેનો ને ફ્રી માં જ એ વેરિફિકેશન થઈ જાય છે. સાથે જ બહેનો ને લાભકારી અન્ય યોજનાની માહિતી પણ આપવામાં આવી.

મહિલા શકિત કેન્દ્રના સંધ્યાબેન જોશી, વન સ્ટોપ સખી સેન્ટર ના બંસીબેન ડોડીયા, રાજલબેન સોલંકી, વી.એમ.કે. ના સંજીકાબેન, અનિતાબેન દ્વારા બહેનોની મોબાઈલ દ્વારા તમામ વિગતો લેવામાં આવી હતી.  કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ મિતાબેન હિંમતભાઈ થાનકી, મહામંત્રી સવિતાબેન કુહાડા, ઉપપ્રમુખ રિદ્ધિબેન અત્રી, વોર્ડ નં ૮ ના કાઉન્સિલર તેમજ બાંધકામ કમિટી ના ચેરમેન મનીષભાઈ શિયાળ, નવીબંદર ખારવા જ્ઞાતિ ના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા, સુભાસનગર નવીબંદર ખારવા જ્ઞાતીના પ્રમુખ દિપકભાઈ કાણકીયા, શહેર ભાજપ યુવા મહામંત્રી સંદીપભાઈ પાંજરી, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજેશભાઇ ગોહેલ, ગંગાબેન પરમાર, સરોજબેન સલેટ, કાતાંબેન લોઢારી, પ્રભાબેન કાણકીયા, સ્વાતિબેન પરમાર, મીનાક્ષીબેન દોશી, નીતાબેન લોઢિયા હાજર રહ્યા હતા.

(12:47 pm IST)