Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પોરબંદર શહેર ભાજપની ઓફિસમાં તોડફોડ કરનાર ૬ શખ્સોને ૧ દિવસની રિમાન્ડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૬: શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયાની ઓફિસમાં જમીન પ્રશ્ને મનદુઃખથી તોડફોડ કરી જનારા ૬ શખ્સોને પોલીસે પકડીને કોર્ટમાં રજુ કરતા ૬ શખ્સોને તેઓની એક દિવસની રીમાન્ડ મંજુર કરવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠિયાની ઓફિસમાં તોડફોડ કરનારા દેવસી વીરમ સીડા, હિતેશ પોલા, સંજય સવદાસ, રાજેશ ઉર્ફે રાજુ ગુરૂ બોખીરીયા, ભુપત કરશન તથા રમેશ કેશુને પોલીસે પકડીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આ ૬ શખ્સોની એક દિવસની રિમાન્ડ મંજુર કરી છે.

(12:46 pm IST)