Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સગીરા ઉપર બળાત્કાર ગુજારી કુંવારી માતા બનાવનાર શિહોરના આધેડ શખ્સને આજીવન કેદ ફટકારતી કોર્ટ

ભાવનગરના સ્પે. પોકસો કોર્ટના જજશ્રી ભોજક દ્વારા અપાયેલ મહત્વનો ચુકાદો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ત્રણ વર્ષ પુર્વેભાવનગર જિલ્લાના  શિહોર તાલુકાના મઢડા ગામે રહેતા ૪૫ વર્ષીય આધેડ શખ્સ એક સગીરાને છરી બતાવી, ધાક ધમકી આપી અવાર નવાર બળત્કાર ગુજારતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગેની જે તે સમયે સિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ  ભાવનગરના સ્પેશ્યલ જજ (પોકસો) અને બીજા એડીશ્નલ સેસન્સ જજ શ્રી એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરત કે.વોરા , સરકારી વકિલ વી.બી.રાણા ની સંયુકત અસરકાર દલીલો , આધાર , પુરાવા , સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી સામે પોકસો હેઠળનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા અને રોકડ દંડ તેમજ ભોગ બનનારને રૂા . ૬ લાખનું વળતર ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

ઙ્ગઆ કામના આરોપી ઘનશ્યામભાઇ હરીભાઇ વૈઠા ( જાતે સોની ઉ.વ .૪૫ , રહે. મઢડા, જાની શેરી તા. શિહોર) નામના આરોપીએ ફરિયાદીની સગીર વયની દિકરી ના ઘરે અવાર નવાર જઇ , ગાળો આપી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળજબરીપુર્વક અવાર નવાર બળાત્કાર કરતા ગર્ભવતી બનાવી તા . ૨૯/૧૨/૨૦૧૮ ના રોજ ભોગ બનનારને બાળકી નો જન્મ કરાવી ગુન્હો કરેલ હોય જે તે સમયે આરોપી ઘનશ્યામભાઇ હરીભાઇ વૈઠા સામે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે ઉકત આરોપી સામે ઇપીકો કલમ ૩૭૬ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) અને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેકસ્યુલ ઓફેન્સ એકટ ૨૦૧૨ ની કલમ ૬ ( પોકસો ) તથા જીપીએકટ ૧૩૫ મુજબ નો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના સ્પેશ્યલ જજ (પોકસો) અને બીજા એડીશ્નલ સેસન્સ જજ શ્રી એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી કિલ ભરત કે.વોરા, સરકારી વકિલ વી.બી.રાણાની સંયુકત અસરકાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી ઘનશ્યામ હરીભાઇ વૈઠા સામે પોકસો એકટની કલમ ૬ મુજબના ગુના સબબ કસુરવાર ઠરાવી આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ભોગ બનનારને રૂા . ૬ લાખ વળતર પેટે ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો.

(11:41 am IST)