Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવાગામ-બામણબોર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાઃ વિજેતાઓનું સન્માન

રાજકોટઃ લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા એજ્યુકેશન પ્રોજેકટ  અંતર્ગત નવાગામ (બામણબોર) પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઉત્કૃષ્ણ દેખાવ કરનાર છાત્રાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ કલબ વતી પ્રમુખ જે. કે. પટેલ, સચિન ભાઇ મણિયાર, માવજીભાઈ ભોજાણી, રાજેશભાઈ જાગાણી, રાયધનભાઇ ચાવડા,ચંદુભાઈ કાકડીયા, હસમુખભાઈ કાકડીયા અને લાયન્સ કલબ રાજકોટ મિડટાઉનની કર્મવીર ટીમના સભ્યો  હાજર રહ્યા હતાં.                

(11:44 am IST)