Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કાલથી કચ્છના માતાના મઢશ્રી આશાપુરા માતાજીના સાનિધ્યમાં નવરાત્રી મહોત્સવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬ :  આસો નવરાત્રિ પર્વ આગામી તા.૬/૧૦/૨૦૨૧ થી ૧૪/૧૦/૨૦૨૧ દરમ્યાન નવરાત્રી તેમજ તા.૧૫/૧૦/૨૦૨૧ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્લાનાં તથા જિલ્લા બહારના શ્રધ્ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. આ પદયાત્રિઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે રિક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતા હોય છે.

આ સમય દરમિયાન માતાના મઢ મધ્યે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્યામાં એસ.ટી.ની બસો પણ અવર-જવર કરતી હોઇ પદયાત્રિઓને મુશ્?કેલી પડે છે અને ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી બને છે. જેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રટશ્રી હનુમંતસિંહ જાડેજા દ્વારા જાહેરનામું બહાર પડી તા.૬/૧૦/૨૦૨૧ના વહેલી સવારના ૬ કલાકથી તા.૧૫/૧૦/૨૦૨૧ મોડી રાત્રીના ૨૪ કલાક સુધી વાહનોની અવર-જવર માટે માતાનામઢનો રસ્તો એકમાર્ગીય જાહેર કર્યો છે.

 જેમાં સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક સિમેનટ કંપની તરફ આવતા-જતા વાહનો તથા ભારે વાહનો માટે સાંધી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાંથી દયાપરથી પાનેલી, નલીયા, મોથાળા, મંગવાણા, નખત્રાણા થઇ ભુજ જઇ શકશે. જયારે આજ રૂટ ઉપર થઇને સાંઘી તથા જે.પી.સીમેન્ટ ફેકટરીમાં જઇ શકશે.

 આસો નવરાત્રિ પર્વ આગામી તા.૭/૧૦/૨૦૨૧ થી ૧૪/૧૦/૨૦૨૧ દરમ્યાન નવરાત્રી તેમજ તા.૧૫/૧૦/૨૦૨૧ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રટ  હનુમંતસિંહ જાડેજાએ જાહેરનામા દ્વારા તા.૬/૧૦/૨૦૨૧ના વહેલી સવારે ૬ કલાકથી તા.૧૫/૧૦/૨૦૨૧ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

 આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

(11:39 am IST)