Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સુરેન્દ્રનગરમાં નવરાત્રી માટે ખરીદી

વઢવાણ : નવરાત્રિની હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે માના શણગાર માટે વેચાતો હાર ચુંદડી તેમજ અવનવા માના વસ્ત્રો માર્કેટમાં ઠલવાઈ ગયા છે અને હાલમાં નવરાત્રી જેવા પવિત્ર અવસર હોવા છતાં પણ માર્કેટમાં ગરાગી ના નામે શૂન્ય છે ત્યારે બસ હવે આવતીકાલથી નવરાત્રિનો જ્યારે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ વસ્તુ વેચનાર સુરેશભાઈ જણાવતા હતા કે હાલમાં છેલ્લા દિવસે જોઈતી વસ્તુની ખરીદી કરી અને લોકો નવરાત્રિની ઉજવણી કરી નાખશે હાલમાં માર્કેટમાં કોરોના બાદ અસંખ્ય રીતે લોકો ભીડ ભોગવી રહ્યા છે ત્યારે હવે તહેવારોમાં પણ લોકોનો ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ વિસરાઈ રહ્યો છે ત્યારે હાલમાં પંચમુખી હનુમાનજી પાસે સુરેશભાઈ માળી માતાજીની ચૂંદડી અને વિવિધ વસ્ત્રો અને હાર લઈ અને ગ્રાહકોની રાહ માં બેઠેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરેશભાઈ જણાવતા હતા કે આજે છેલ્લા દિવસે ઘરાકી નીકળશે તેવી તેમને આશા વ્યકત કરી હતી. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(11:38 am IST)