Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આમરણમાં વેપારી દંપતિ ઉપર હુમલો કરનાર બન્ને શખ્સો ઝડપાયા

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૬: આમરણ ખાતે અઠવાડિયા પહેલા વેપારી દંપતી અમીતભાઇ સોમૈયા તથા તેમના પત્ની ચેતનાબેન ઉપર બેલા ગામના રાજ ડાંગર અને પરેશ કાસુન્દ્રા નામના બંને અસામાજિક તત્વો ઉધારમાં કરિયાણું નહિં આપવા બાબતે ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી નાસી છૂટયા હતા. નાસી છુટેલા બંને આરોપી સામે મોરબી પોલીસે દબાણ વધારતાં આજે સરન્ડર થતા પો. હેડ કોન્સ્ટે. કિશોરભાઇ સોલગામા તથા કોન્સ્ટે. છત્રપાલભાઇ ગઢવીએ ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી હતી. આમરણ ગામે લુખ્ખાગીરી સામે વેપારીઓ દ્વારા બંધ પાળી જિલ્લા પોલીસવડાને આવેદન આપી કડક પગલા ભરવા આ અગાઉ માંગણી કરવામાં આવી હતી.

(11:37 am IST)