Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પોરબંદરમાં ફાયર સેફટી નિયમ ભંગ માટે સરકારી આદર્શ નિવાસી કન્યા શાળા તથા વનાણા નર્સીંગ સ્કુલમાં સીલ

રીજીઓનલ ફાયર ઓફિસર રાજકોટની સુચનાથી કાર્યવાહીઃ હજારો વિદ્યાર્થીઓનું ભણતર અધ્ધરતાલ...?

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. સરકારના ફાયર સેફટી નિયમો મુજબ ફાયર સાધનો રાખવાની ગંભીરતા નહીં જાણીને ફાયર સેફટીના સાધનો ન રાખતા શહેરની સરકારી પોલીટેકનીક કોલેજ, આદર્શ નિવાસી કન્યા શાળા તથા વનાણા નર્સીગ સ્કુલમાં કેટલાંક વિભાગને 'સીલ' મારી દેવામાં આવ્યા છે.

રીજીઓનલ ફાયર ઓફીસર (રાજકોટ) ની સુચનાથી પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા શહેર-જિલ્લામાં સરકારના નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો નહીં રાખનાર સામે મીલકતોને 'સીલ' મારવા સહિતની કાર્યવાહી કરી છે જે દરમિયાન સરકારી પોલીટેકનીક કોલેજ, આદર્શ નિવાસી કન્યા શાળા અને વનાણા નર્સીંગ સ્કુલમાં ફાયર સેફટીના સાધનો અંગે ચેકીંગ દરમિયાન ફાયર સેફટી નહી હોવાનું માલૂમ પડતા ત્રણેય સરકારી મિલકતના કેટલાંક વિભાગોને 'સીલ' કરવામાં આવ્યા છે. અગાઉ અનેક વખત ફાયર સેફટી અંગે નોટીસો આપવા છતાં ધ્યાન નહીં અપાતા 'સીલ' મારવાની કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)