Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જુનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા વેલકમ નવરાત્રી ઉત્‍સવ યોજાયો

જુનાગઢ : લોહાણા મહિલા મંડળ માં વેલકમ નવરાત્રિ ઉત્‍સવ યોજાયો હતો.  ગત તારીખ ૪ - ૧૦ ના રોજ લોહાણા મહિલા મંડળ જૂનાગઢ માં ખૂબ ઉત્‍સાહ પૂર્વક વેલકમ નવરાત્રિ ઉજવવા માં આવી હતી.  પ્રમુખ પારૂલબેન સૂચકના જણાવ્‍યા અનુસાર મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતી બેન ઘીયા ના માર્ગદર્શન હેઠળ વેલ કમ નવરાત્રિ મહોત્‍સવ યોજવામાં આવેલ જેમાં બહેનો તથા બાળકો માટે વેલ પ્‍લે સ્‍પર્ધા રાખવામાં આવેલ, બહેનો તથા બાળકોનૈ ઇનામો આપવામાં. અનોખી એવી ઈંઢોણી ડેકોરેશન સ્‍પર્ધામાં પણ બહેનોએ ઉત્‍સાહભેર ભાગ લીધેલ. તેમાં નિર્ણાયક તરીકે ઉપપ્રમુખ શ્રી અલ્‍પાબેન ઉનડકટ,શ્રી તરુ બેન ગણાત્રા, શ્રી બિનલ બેન ઉનડકટ અને શ્રી મેઘા બેન સચદેવએ સેવા આપેલ, દરેક મેમ્‍બર બહેનોને વાર્ષિક સ્‍મળતિ ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા રશ્‍મિબેન વિઠલાણી,ક્રિષ્‍ના બેન અઢિયા, રસીલાબેન સોઢા, ચંદ્રીકાબેન સોઢા, નિલમબેન વિઠલાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(11:36 am IST)