Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગોંડલના માંડણકુડલા ગામે પાણીમાં ડૂબી જતા શ્રમીક પરિવારના ભાઇ - બહેનના મોત

નીમીલા (ઉ.વ.૧૨) અને સલીમ (ઉ.વ.૯)ના મોતથી પરિવારમાં અરેરાટી

તસ્વીરમાં બે - બે માસુમ સંતાન ગુમાવનાર માતા કલ્પાંત કરતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૬ : ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે છૂટક મજૂરીકામ કરતા શ્રમિક પરિવારના ભાઈ-બહેનના પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજયા હતા.માશુમ બાળકો ઘર ની બાજુમાં જ પાણી ભરેલા ખાડા માં પલવારમાંઙ્ગ ગરક થઇ જવાની ઘટના એ પરીવાર માં કલ્પાંત મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે મનુભાઈ છગનભાઈ સખીયાની વાડી પાસે રાવળીઙ્ગ ની જમીન માં ઝૂંપડી બાંધીને રહેતા અને છુટક મજૂરીકામ કરતા બટાસિંગ રૂમાલસિંગ દાવર મૂળ રહેવાસી તાલુકો બરવાની મધ્ય પ્રદેશ વાળાની પુત્રી નીમીલા (ઉ.વ. ૧૨) તેમજ સલીમ (ઉ.વ. ૯) સાંજના સુમારે રમતા રમતા ઝુંપડી ની બાજુના પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજયા હતા ઘટનાના પગલે બૂમાબૂમ થઈ જતા ગ્રામજનો દોડી આવી બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા અલબત્ત્। બનાવવા અંગે તાલુકા પોલીસ મથકને જાણ પણ કરવામાં આવી ન હતી અને મૃતક બાળકોના પીએમ પણ કરવામાં આવ્યા ન હોય મૃતક બાળકોના વાલીઓ મૃતદેહ સાથે વતન જવા નીકળી ગયા હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

શિવરાજગઢ માંડણ કુંડલાના સમાજ સેવક ચંદ્રેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે બંને મૃતક બાળકોની માતા એ દસ દિવસ પહેલાં જ ચોથાઙ્ગ સંતાનને જન્મ આપ્યો હતો. ચાર સંતાનોના હસતા ખેલતા પરિવારમાં અચાનક બે બાળકોના મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમગ્ન બન્યો હતો.

(11:35 am IST)