Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સોરઠમાં ૪ર દિવસે કોરોનાનો પ્રવેશ : મેંદરડાના કોરોના દર્દીનું મોત

મૃતક બીજી ઓકટોબરે સારવાર માટે દાખલ થયેલ : આજે દમ તોડતા અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૬ :  જુનાગઢ જિલ્લાના ૪ર દિવસે મેંદરડા વિસ્‍તારમાંથી કોરોનાએ પ્રવેશ કર્યો છે અને આ કોરોના દર્દીનું ગઇકાલે સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળેલ છે.
જુનાગઢ શહેર-જિલ્લામાં કોરોના શાંત થઇ ગયો હતો અને કોરોનાની અસર પણ નહિવત થઇ ગઇ હતી. છેલ્લે જિલ્લામાં ર૦ ઓગસ્‍ટના રોજ બે કેસ નોંધાયા હતા.
આ પછી કોરોનાના કેસ ઝીરો થઇ જતા જુનાગઢ સિવિલ હોસ્‍પિટલના કોરોના વોર્ડ પણ ખાલી થઇ ગયા હતા પરંતુ ગઇકાલે કોવિડ-૧૯ ની જારી કરાયેલી સતાવાર અખબારી યાદીમાં જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ખાતેથી કોરોનાનો એક કેસ નોંધાયો હોવાનું અને મેંદરડાનાં ૪ કોરોના દર્દીનું મોત થયાનું જણાવાયું હતું.
આ અંગે જુનાગઢ સીવીલ હોસ્‍પિટલનાં સુપ્રિન્‍ટેડન્‍ટ ડો. સુશીલ કુમારનો સંપર્ક કરતાં તેઓએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગત બીજી ઓકટોબરનાં રોજ મેંદરડા ખાતેથી કોરોનાનો એક કેસ સામે આવતા તેમને સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. ગઇકાલે આ કોરોના પેશન્‍ટનું મૃત્‍યુ નિપજયું હતું.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ર૦ ઓગસ્‍ટે પછી એટલે કે, ૪ર દિવસે કોરોનાએ જિલ્લામાં ફરી પ્રવેશ કરીને મેંદરડાનાં દર્દીને કોરોના ભરખી ગયો હતો.


 

(11:35 am IST)