Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આટકોટ સુન્ની મુસ્લીમ કબ્રસ્તાનમા ટાકાનું ખાતમુહુર્ત

 આટકોટ : સુન્ની મુસ્લીમ જ્ઞાતિના કબ્રસ્તાનમા પીવાના પાણીના ટાકાનું આટકોટ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દેવશીભાઇ ખોખરીયા, આટકોટ સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ જાહીદભાઇ જુનેજા તેમજ રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગના હાથે ૨૦.૦૦૦ લીટર પીવાના પાણીના ટાકાનુ ખાતમુહુર્ત કરાયુ હતુ. અગાઉના જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રણજીતભાઇ ગોહિલ જણાવતા તેઓયે જીલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પીવાના પાણીના ટાકા માટે રૂ.૧.૬૫૦૦૦ની ગ્રાંટ મંજુર કરાવી ફાળવેલ જે કામ મંજુર થતા ખાતમુહુર્ત કરેલ હતુ. આ તકે ધીરૂભાઇ ખોખરીયા, નિલેશભાઇ જોટંગીયા, ફારૂકભાઇ ફોગ, ઇમરાનભાઇ ડેરીયા, રહીમ પઠાણ, મોબતભાઇ મોરવાડીયા, મહેબુબભાઇ, સલીમભાઇ શેખ સહિતના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાણીના ટાકાનું ખાતમુહુર્ત કરાયુ તે તસ્વીર.

(10:37 am IST)