Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વડિયા ગ્રામપંચાયત દ્વારા જેતપુર રોડ પરનો લોકોને સતાવતો વર્ષો જૂનો ગટરનો પ્રશ્‍ન પૂર્ણ

રોડ ખોદી મોટા પાઇપ નાખી ગટરના પાણીનો નિકાલ વ્‍યવસ્‍થિત કર્યોઃ સુરવો નદી પૂરથી ધોવાયેલ પુલ પણ તાત્‍કાલિક રીપેર કરાયો

વડિયા,તા.૬: વડિયા ગ્રામપંચાયત દ્વારા હવે ટૂંક સમયમાં વર્તમાન ગ્રામપંચાયતના સરપંચ ની ટર્મ પૂર્ણ થવાની હોય ત્‍યારે લોકોની સમસ્‍યાઓ નિવારવા પૂર્ણ રીતે કમર કસી હોય તેમ વડિયામાં ભારે વરસાદથી સુરવો નદીમાં ડેમનુ પાણી છોડાતા ઘોડાપૂર આવવાને કારણે સ્‍મશાન ગેઇટથી ચારણીયા રોડને જોડતો બેઢો પુલ ધોવાયો હતો.
તેને માટીકામથી પુરાણ કરી રીપેર કરી લોકોને પડતી હાલાકી ઘટાડવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો આ ઉપરાંત વડિયાના ચારણીયા રોડ પર સુરગપરાના ગટરના પાણીના નિકાલ માટેના નાના પાઇપ વર્ષો જૂના હતા તેનુ ખોદકામ કરી મોટા સિમેન્‍ટના પાઇપ નાખીને લોકોનો વર્ષો જૂનો ગંદકીનો પ્રશ્ન પૂર્ણ કરતા હાલ આ વિસ્‍તાર ના લોકો માં ખુશી જોવા મળી રહી છે. વર્તમાન ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને ગ્રામપંચાયતની ટીમ દ્વારા સવારથી જ જેસીબી અને ટ્રેક્‍ટરથી આ કામગીરી શરૂ કરાઈ હતી.

 

(10:34 am IST)