Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સાવરકુંડલાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરતા સુરેશભાઇ પાનસુરીયા

સાવરકુંડલાઃ શહેરના વિકાસની ચિંતા કરી શહેરની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી સાવરકુંડલા શહેરને સી.સી ટી.વી કેમેરાથી સજ્જ કરવા માટે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ એમની ઓફિસ જનસેવા કાર્યોલય ઉપર તમામ અધિકારીઓ શ્રીઓ ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મામલતદાર શ્રી દેસાઈ,સાવરકુંડલા DYSP શ્રી ચૌધરી, સાવરકુંડલા ટાઉન PI શ્રી ગૌસ્‍વામી, ચિફ ઓફીસર શ્રી મુનીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ દોશી, અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી શરદભાઈ પંડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી પરાગભાઈ ત્રિવેદી ઉપસ્‍થિતિમાં રહ્યા હતા. અને સુરેશભાઈ પાનસુરીયાએ પોતાના સ્‍વખર્ચે શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે પોતાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો. સર્વે અધિકારીઓશ્રીઓ દ્વારા આ પ્રસ્‍તાવને માન્‍ય રાખી સુરેશભાઈ પાનસુરીયા ને અભિનંદન પાઠવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી -દિપક પાંધી -સાવરકુંડલા)

 

(10:33 am IST)